________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
આનન્દના સમૂહભૂત એવા આત્મસ્વામી તારા મન્દિરમાં જરૂર પધારશે અને તારી સેજડીએ આવીને આનન્દ રંગમાં ગરકાવ થઈ જશે અને તેને પણ આનંદ આનંદ થઈ જશે, અર્થાત્ આનંદમાં તું રંગરળ બની જઈશ. વિવેક કર્થ છે કે સમતા સખિ! તું હવે જરા માત્ર ચિન્તા કરીશ નહી, હું વિવેક નામને તારે મિત્ર છું, મારામાં એવી અભુત શક્તિ રહી છે કે સત્ય અને અસત્યનો ભેદ તુર્ત પાડી દઉં છું. હંસ જેમ દૂધ અને જલ ભેગાં મળેલાં હોય છે તો પણ તેને ભિન્ન કરે છે તેમ, તારા આત્મસ્વામી કુમતિના વશમાં પડેલા છે, તો પણ તેમની સાથે મારે સમાગમ થતાં તેમની દિવ્ય ચક્ષુઓ ઉઘડશે અને તે દિવ્ય ચક્ષના પ્રતાપે પિતાની અને પારકી સ્ત્રીને ભેદ તુર્ત જાણું લેશે; ફમતિ, મમતા અને અશુદ્ધ પરિણતિ, વગેરે કુલટા સ્ત્રીઓ છે અને તે દુઃખ દેનારી છે, એમ તુતે તેમને નિશ્ચય થશે. અનેક જીની મેં દિવ્ય ચક્ષુએ ખુલાવી છે અને તેમને સિદ્ધબુદ્ધ પરમાત્માઓ બનાવ્યા છે. હે સમતા સખી ! હું ચોથા ગુણસ્થાનકમાં પ્રથમ તારા આત્માસ્વામિને મળીને સમજાવીશ તેથી તારે આત્મપતિ તુર્ત તારા ઉપર પ્રેમ ધારણ કરશે અને તને મળવા ઉત્સુક થશે. આ પ્રમાણે સમતાને દિલાસો આપીને વિવેક મિત્રે આત્માની પાસે ગાન કર્યું–અનુભવે સમતા અને મમતાનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાવીને આત્માનું સત્ય હૃદય ઉઘાડવું, તેથી આતમા પિતાની સમતા સ્ત્રી પર પ્રેમ ધરવા લાગ્યો. વિવેકે પુનઃ સર્વ હકીકત સમતાને સંભળાવી અને દિલાસે આવે કે હવે આનન્દના સમૂહરૂપ એવા આત્મસ્વામી તારા ઘેર આવશે અને તને સહજ આનન્દમાં રંગોળી કરી નાખશે.
(રાજ સોરઠ. ) छोराने क्युं मारे छरे, जाये काड्या डेण । छोरो छे महारो बालो भोलो, बोले छे अमृत वेण.॥ छोरा०॥१॥
ભાવાર્થ –ક્ષપશમચેતનારૂપ સ્ત્રી, પિતાના અન્તરાત્મરૂપ સ્વામીને કહે છે કે હે સ્વામિન્ ! તું સંયમરૂપ પુત્રને કેમ મારે છે. તે શું કર્મનું દેવું કાપ્યું છે કે આટલે બધે ફુલાઈને નાના પુત્રને મારે છે? આપણે ઉદ્ધાર કરનાર પુત્ર છે તેને પ્રમાદમાં ક્ષીને તું મારે છે તે તેથી તારી ઉન્નતિ થવાની નથી. સર્વ વસ્તુઓમાં પ્રિયમાં પ્રિય સંયમ પુત્ર છે. હાલ તો એ બાલુડે છે, ભદ્રકપરિણામી છે, અમૃતસમાન મિષ્ટ વચન બોલે છે. તે બાળપણમાં પણ કહે છે કે સર્વ જીવોની દયા
For Private And Personal Use Only