________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૯) લખ્યું સ સર્વના માટે, અવસ્થાના અધિકારે, અપેક્ષાઓ પદમાંહી, લખ્યા એ ભાવમાંહી છે. અપેક્ષાએ વિષય કેઈ, કદી છે ગૌણુ મુખ્ય જ એ, લખ્યું સ્યાદ્વાદષ્ટિએ, ઘણું આશય હૃદય રાખી. લખાતું નહિ હૃદય સઘળું, ઘણું બાકી રહી જાતું, વિચારી અત્રે પણ એવું, ધરે આશયવિષે દષ્ટિ. નથી પાંડિત્ય દર્શાવ્યું, યથા જાણ્યું લખ્યું તેવું, ધરીને હંસની દષ્ટિ, લખ્યાને સાર ખેંચી લ્યો. ભલે લેખક ભો ભૂલે, ડુબે તારે ચડ્યો પડતો, ભલે નહિ કેવલજ્ઞાની, ભુલાયું દરગુજર કરશે. રૂચે નહિ સર્વને સરખું, રૂચિ ભેદે રૂચે જૂદું, ગમે નહિ તો અધિકારી, નથી આના વિચારે એ. દયા લાવી હૃદય ઝાઝી, ઉપાડ્યો એક ગંગાને, બગીચામાં મુ ભ્રમરે, બધાં દેખાડીયાં પુપિ. બગીચામાં ફરીને સે, નિહાળી વૃક્ષવહિલ; મઝા તેને પડી નહિ કંઈ, નિહાળ્યું સ્થાન વિષ્ટાનું. જણાવ્યું ત્યાં ઉતરવાનું, રૂચે છે એ હુને ચિત્તે, ગયો વિછાવિષે રાચી, અધિકારી હતા તેને. જુવે છે કાગડે ચાંદાં. જુવે છે દુર્જને દે, કથે જે દુગ્ધમાં પૂરા, પય પાનજ ફણી પેઠે. અધિકારે રૂચે કીધું, અધિકારે રૂચે વાચ્યું, અધિકારે રૂચે જોયું, પરીક્ષા છે અધિકારે. ભલી છે સન્તની દષ્ટિ, ગ્રહે સારું તજે ખોટું, જુએ છે શ્વેત બાજુને, તજીને કૃણુ બાજુને. રૂચે છે સન્તને સારૂં, તજે છે દોષની દષ્ટિ, અહો એ સજજનો સાચા, ભલું કરતા જીવોનું તે. ખુશી થાતા ખરૂં દેખી, ચરે છે મહિને ચારે, ખરા એ હંસ ગણવાના, ધરે છે દૃષ્ટિની શુદ્ધિ. ખરૂં જેવા ખરૂં લેવા, ખરાને એ ખરું કહેવા, ખરા તે સન્ત લેકે છે, અધિકારી પદના એ. પદોને ભાવ વાચીને, ખુશી થાતા ગુણે ગાતા, ખરાને તે ખરૂં કહેતા, ધરે છે મેન દેષોમાં. ઘણુ ગંભીર મનના તે, સુધારે ભૂલને પ્રેમ, હૃદયના આશ ખેંચી, વિચારે લેખભાવાર્થો. ભ. ઉ. ૩૨
For Private And Personal Use Only