________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦ ) શ્રીમદ્ આનંદઘનજીએ અધ્યાત્મ જ્ઞાનમય પદો બનાવ્યાં; તે પદાસબન્ધી પ્રસ્તુત વિષય હોવાથી તે પદના કર્તા એવા શ્રીમદ્ આનન્દઘનજીનું જીવનચરિત અત્ર આલેખવામાં આવે છે.
શ્રીમદ્ આનન્દઘન જીવનચરિત.
સ્તુતિ:
(અનુષ્ટ્ર) सर्व दर्शन विख्यातो, विश्ववन्धो मुनीश्वरः ॥ ज्ञानी ध्यानी प्रभोभक्तो, विरागाणां शिरोमणिः ॥ १ ॥ शुद्धधर्मोपदेष्टाच, जैनशासनद्योतकः ॥ ध्यानिनामग्रणीर्मान्यो, भावचारित्र्यसाधकः ॥ २ ॥ अध्यात्मोद्धारकः पूज्यः समतानन्दभाक् च यः ॥ आनन्दघनयोगीस जीयादारतमण्डले ॥३॥
(હરિગીત.) આનન્દઘન વન્દન કરૂં સ્તવના કરૂં શુભ ભાવથી, યાદી થતાં મૂર્તિ ખડી દિલમાં થતી શુભદાવથી; સંવેગ પક્ષે ભાવથી રહીને પ્રભુ દિલ થાઈયા, સત્તાથકી અન્તર રહ્યા શ્રીસિદ્ધિને હું ગાઈયા. તું લેક સંજ્ઞા જીતીને અલમસ્ત જૈ જગમાં ફર્યો, પરમાતમનું ધ્યાનજ ધરી નિજજીવને સ્વચ્છજ કર્યો, પ્રતિબધ ટાળી લેકને આનન્દની જે રહ્યો, તે શુદ્ધ ચેતનધર્મને અનુભવ હૃદયમાંહી લો. અન્તરતણા ચારિત્રમાં સુરતા લગાવી પ્રેમથી, શુભ દ્રવ્યભાવે તપ તપી શુદ્ધિ કરી શુભ નેમથી; નિન્દા કરી ના કેઈની નિન્દા કરી સહુ હે સહી, શુદ્ધાત્મરસ ભેગી ભ્રમર શુભ દૃષ્ટિ હારામાં રહી. અધ્યાત્મકલ્પવૃક્ષના ફળને રસીલે તું કે, ઝટ સ્થલસ્ટષ્ટિ ત્યાગીને અન્તરતણી સૃષ્ટિ લો; તે લય લગાડી ધ્યાનમાં મન મારીયું પારાસયું, તું સિદ્ધરસ સાધક બન્યો લ્હારા વિચારોમાં રમું.
For Private And Personal Use Only