________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧પ) અપેક્ષા ગ્રહણ કરીને કહેવામાં આવે તે આત્મા અચલ છે. દરેક વસ્તુઓ મૂળ દ્રવ્યરૂપે અચલ છે અને પર્યાપની અપેક્ષાએ ચલ છે. “આત્મા દ્રવ્યપણે અચલ ન માનવામાં આવે છે તે ધ્રુવ ઠરે નહિ, અને ધ્રુવતાવિના આત્મા સત્ કરી શકે નહિ” એ ઉપનિષ અને કાન્તદષ્ટિથી અર્થ ગ્રહણ કરવામાં આવે તો આત્મામાં ચલત્વ અને અચલત્વ સિદ્ધ થાય છે. એકાન્તવાદથી વેદાન્તીઓ પણ એને અર્થ સમ્યગદષ્ટિવિના બરાબર કરી શકે નહિ. સમ્યગદષ્ટિથી અનેકાન્તાર્થ ગ્રહણ કરનાર વસ્તુને સમ્યગ જાણી શકે છે. જે મનુષ્ય સર્વ પ્રાણીઓને પોતાના આત્મામાં દેખે છે અને સર્વ પ્રાણીઓમાં પોતાના આત્માને દેખે છે તે જ્ઞાની છે, અને તે કઈને તિરસ્કાર કરી શકતો નથી; એ આતમજ્ઞાની મુક્ત થાય છે. સર્વ પ્રાણીઓને પિતાના આત્માની તુલ્ય સમજનાર જ્ઞાની, સર્વ પ્રાણુંઓમાં પોતાના આત્માને દેખે છે એમ અવધવું, તેમજ જે પિતાના માતુલ્ય સર્વ પ્રાણએને દેખે છે તે કોઈપણ પ્રાણીને તિરસ્કાર કરવા પ્રેરાતો નથી અને તે કઈ પ્રાણુના તિરસ્કાર પાત્રભૂત બનતો નથી. સર્વ પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન આત્માઓ છે. જેવું પિતાના આત્માને સુખદુઃખ થાય છે તેવું અન્ય પ્રાણીઓના આત્માઓને પણ સુખદુઃખ થાય છે, એવું અધ્યાત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ત્યારે, સર્વ પ્રાણુઓની દયા કરી શકાય છે;-સર્વ જીવોની યતના કરી શકાય છે. એવી ઉત્તમ દશા પ્રકટતાં પિતાનું અશુભ ચિંતવનાર ઉપર પણ વૈરભાવ પ્રગટતા નથી.
અન્ય દર્શનીઓ પણ તેમના મત પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને માન આપે છે. જેને સ્યાદ્વાદની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનને સ્વીકારે છે. એકાન્તદષ્ટિથી અધ્યાત્મશાસ્ત્રો જે રચાયાં છે તે સમ્યકત્વભાવને ઉત્પન્ન કરવા સમર્થ થતાં નથી. સ્યાદ્વાદદષ્ટિથી રચાયેલાં અને લખાયેલાં અધ્યાત્મશાસ્ત્રોથી સમ્યફપણે આત્મતત્ત્વ સમજાય છે અને તેથી વ્યવહાર અને નિશ્ચયનય પ્રમાણે આત્મતત્ત્વનું આરાધન થાય છે. બાહ્યદષ્ટિથી અવલોકતાં જે દુનિયાના પદાર્થો આનન્દમય લાગે છે તેજ પદાર્થો ખરેખર અધ્યાત્મદષ્ટિથી અવેલેકતાં નિસ્સાર લાગે છે. પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ તે અધ્યાત્મદષ્ટિથી અવલોકાય છે.
અધ્યાત્મજ્ઞાનથી પિતાના આત્માને મોક્ષમાર્ગપ્રતિ લેઈ શકાય છે. ઉપરપ્રમાણે દર્શાવેલા વિચારે આદિ-અનેક શાસ્ત્રીય વિચારેથી અધ્યામાનની આવશ્યકતા સિદ્ધ થાય છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના હૃદયમાંથી નીચે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનની ઉત્તમતાના ઉદ્દગારે નીકળે છે.
For Private And Personal Use Only