________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ઉદયરત્ન તેમણે ઘણા રાસ, સ્તવન, તથા સાઝા બનાવ્યા છે. તેઓ “શીઘ્રકવિ ” હતા અને ગુજરાતમાં અત્યંત માન પામ્યા હતા. તેમને વિહાર ગુજરાતમાં હતા. ખેડા ગામમાં તેઓ વિશેષ રહેતા હતા. મીઆગામોમાં તેઓ કાલ કરી ગયા હતા.
૮ પતિ મોહન વિજય. એમણે પણ માનતુંગ માનવતી, ચંદરાજાને રાસ વગેરે કેટલાક ગુજરાતી રાસ રચ્યા છે. પોતે તપછીય હતા.
૯ અન્યધર્મ કવિ તુલસીદાસ. વિક્રમ સંવત ૧૭૫૯ સુધી વિદ્યમાન હેય તેમ જણાય છે. એમણે અનેક અનુભવનાં કાવ્યો ગાયાં છે. હિંદુસ્તાની ભાષાના તે ઉત્તમ કવિ હતા. તેમની બનાવેલી ચોપાઇઓ સર્વત્ર પ્રશસ્ય ગણાય છે. ચંદ કવિના છંદ, સુરદાસના પદે, બિહારીદાસના દુહાઓ પ્રસિદ્ધ છે તેમ ચોપાઈઓ માટે તુલસીદાસ સર્વત્ર પ્રસિદ્ધ છે. તુલસીકૃત રામાયણ આજ મહા પુરૂષનું રચેલું છે.
૧૦ જૈનેતર કવિ પ્રેમાનન્દ. પ્રાયઃ સર્વ કવિઓમાં વિશેષ પ્રસિદ્ધિને પ્રેમાનન્દ પામ્યા છે. તેઓ વડેદરા, ડભોઈ અને સુરત વગેરેમાં વિશેષ રહેતા હતા. કવિ શામળ ભટ્ટ અને અખાની કવિતાઓ કરતાં પ્રેમાનન્દની કવિતાઓ વિશેષ વખણાય છે. શ્રૃંગારરસનું પ્રેમાનન્દ સારી રીતે વર્ણન કરનાર હતા. જૈન કવિયો તથા જૈનેતર કવિ તે સમયમાં સારી સંખ્યામાં ઉત્પન્ન થયા હતા.
રાસ રમ્યા ની સાલ. સંવત સારસે પંચાવન આષાઢ વહિ પાંચમ બુધવારના દિવસે જિનહર્ષજી કહે છે કે મેં રાસ સંપૂર્ણ કર્યો.
संवत सत्तरेसे पञ्चावने पांधिम वदि आसाढ3;
रास संपूर्ण बुधवारे थयो में कीधो करी गाढ. રાસ લખાયાની સાલ, મૃણુંજય રાસ લખાયાની સાત બીજિનહષે પિતાના હસ્તાક્ષરે નીચે પ્રમાણે લખી છે.
For Private And Personal Use Only