________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધાવેલું ચિન્તામણિપાર્શ્વનાથનું દેરાસર દિલ્હીના બાદશાહ ઔરંગજેબના સમયમાં મુફલ્માનેએ તોડયું હતું, અને તેનું ખર્ચ ઔરંગજેબબાદશાહે શનિદાસના કુટુંબને લખી આપવા જણાવ્યું. હતું. સાધુઓને કાઈપણ તરફની હરકત વિહાર દેશનાદિ પ્રવૃત્તિમાં રહેતી. દેશનું ધન દેશમાં રહેતું. પરદેશ જવા પામતું નહોતું. દેશની સ્થિતી કેટલાંક યુધે છતાં આબાદ હતી. જેનાચાર્યોનું રાજદરબારમાં માન હતું. તત્સમયમાં ધાર્મિક અનેક ગ્રન્થો રચાયા છે.
समकालिनविद्वानो૧ શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાય, તેમણે જે જે ગ્રન્થ રચેલા છે તેનું લીસ્ટ અમ્મદી યશવિજય નિબંધમાં લખવામાં આવ્યું છે.
૨ શ્રીમદ્ દેવચન્દ્ર, શ્રીમદ્ દેવચઢે જે જે ગ્રન્થો રચ્યા છે તેનું લીસ્ટ દેવચન્દ્ર ચોવીશીની પ્રસ્તાવનામાં આપવામાં આવ્યું છે. - ૩ શ્રીમાન માનવિજય ઉપાધ્યાય, તેમણે “ધર્મસંગ્રહ” ગ્રન્થ ૧૭૩૮ની સાલમાં રચે છે અને તે શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકેદ્ધાર ફંડ દ્વારા છપાવવાની વ્યવસ્થા થઈ છે. એક વિશી, ગજસિંહકુમારને રાસ અને નય વિચારને રાસ એ માનવિજયજીની. કૃતિયો છે. આ ફંડમાંથી “ધર્મસંપ્રહગ્રન્થ” પૂર્વાદ્ધ-બે અધ્યાય ગ્રન્થક ૨૬ મા તરીકે છપાયા છે, અને ઉત્તરાદ્ધ-બેઅધ્યાયની છપાવવાની પ્રવર્તી ચાલે છે.
૪. શ્રીવિનયવિજયજી ઉપાધ્યાય. આ મહા વિદ્વાન ઉપાધ્યાય થયા છે. વ્યાકરણના વિષયમાં તેઓ એકા ગણાતા હતા. તેમણે “હેમલઘુપ્રક્રિયા ” નામનું વ્યાકરણ લખેલું છે અને તેના ઉપર ૧,૩૫૦૦૦ લોક પ્રમાણુ ટીકા લખી છે. “કલ્પસૂત્ર'ની “સુબોધિકા”
For Private And Personal Use Only