________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કતાર્થ થાય છે. પિતે હમેશાં આરાધન કરવા થયું છે છતાં સંધવી પુણ્યકર્મ વડે ગુરૂનું આરાધન કરે છે તે સુવર્ણની સુગંધતા ને ચંદ્રની નિષ્કલંકતાજ છે. સુયાત્રાનું ફલ ઈછનાર સંધવીએ મિથ્યાત્વીની જોડે સંસર્ગ અને તેના વાક તરફ આદરભાવ પણ ન કરવો જોઈએ, તેથી પરતીર્થની કદી નિન્દા તેમજ રસ્તુતિ ન કરવી. ત્રિકરણશુદ્ધિવડે જીવિતપર્યત સમ્યકત્વ પાલન કરવું. જે સંધ યાત્રા કરે છે અને તે સાધર્મિયુક્ત સાધુઓને વસ્ત્રાજ દાન અને નમનાદિથી નિરંતર પૂછે છે, પાક્ષિકાદિ પર્વો, દાનાદિક ધર્મો, અને અત્યુત્તમ સંઘપૂજા નિષ્કપટભાવે કરનાર તે સંધપતિ દેવતાઓને પણ પૂજ્ય થાય છે. અને કોઈક ત્રણ ભવની અંદર સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે.”
સિદ્ધાચલ ઉપર રત્નની ખાણ, રસકુંપિકા, જડીબુદ્ધિ, ગુફાઓ વગેરે છે. રત્ન અને સુવર્ણની પ્રતિમાઓ ગુપ્ત ગુફાઓમાં સ્થાપન કરવામાં આવી છે. શત્રુંજયક૫માં તત્સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. મુનિ મહારાજ શ્રીકપુરવિજયજી તરફથી એક કલ્પ છા વવામાં આવ્યા છે તેમાં પણ ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. સિદ્ધાચલ પર સૂર્યાવર્ત નામને કુણ છે તેને જલસેવનથી અનેક પ્રકારના રોગો નષ્ટ થઈ જાય છે. સિદ્ધાચલપર્વત પર આવેલી રાયણનું માહાતમ્યદષ્ટિએ, સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. વાચકેને શત્રુંજયમાહાત્મમાંથી ધર્મદષ્ટિએ, ઐતિહાસિક દૃષ્ટિએ, ભાષાદષ્ટિયે, સાહિત્યદષ્ટિયે, ઘણું જાણવાનું મળે તેમ છે સંસ્કૃતમાં રચાયેલા શત્રુંજયમાહાતમ્ય ગ્રંથમાંથી તથા શત્રુંજયતીર્થરાસમાંથી સંસ્કૃતભાષાદષ્ટિએ અને ગૂર્જરભાષાદષ્ટિએ વાચકને ઘણું જાણવાનું મળી શકે તેમ છે.
– જેy »É««««–
For Private And Personal Use Only