________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૪૫
ધનદાદિક સહદેવતા, યાદવ નૃપ અવર અનેકે રે; બલભદ્રત રાજ્ય વ્યાપીયે, શ્રી કૃષ્ણને કરિઅભિષેકેરે. પ્રા. ૯ માધવ રામ તિહાં હવે, વારૂ પાલે રાજય અખંડેરે; સમુદ્રવિજયની આજ્ઞાએ, શિષ્ટ પાલે દુષ્ટને દડેરે. પ્રા. ૧૦ મુદ ઉપજાવે વિશ્વને, જસુ ચરિત ન જાણે કે ઈરે; અરિષ્ટનેમિ ભગવંતજી, વૃદ્ધિ પામે અનુક્રમે સેઈરે. પ્રા. ૧૧ અનુક્રમે વન પામી, દશ ધનુષ પ્રમાણ શરીરે; જીત્યા કામ આજન્મથી, શ્યામ વરણહરણ દુઃખ ધીરે રે. પ્રા. ૧૨. ઈશુ અવસર સુર લેકમાં, સુરપતિ સુર આગલિ કીધરે; વર્ણક શ્રી નેમિનાથને, અદ્ભુત સત્વ બસુપ્રસીધેરે. પ્રા. ૧૩ સત્વ શૈર્ય બલ શીલતા, દાનરૂપ ગુણે ઉપશામેરે; ત્રિભુવનમાંહિ કોઈ નહિ, શ્રી નેમિજિનપમ પામે. પ્રા. ૧૪ હવે કેઈક તિહાં દેવતા, મિથ્યાત્વ ભ્રમે મુઝાણા; શકને બેટે પાડવા, ભૂમંડલ કીધ પયારે. પ્રા. ૧૫ રેવતક ગિરિ તલહટ, સુરધારાભિધ પુર થાપીરે; મનુષ્ય રૂપ કરી રહ્યા, અન્યાયી જન સંતાપરે. પ્રા. ૧૬ દ્વારિકેદ્યાન વૃક્ષાવલી, લીલાયે તે ઉનમૂલે રે, ભારિવાહક નર બાપડા, નિસ્મકપણે પ્રતિક્લેરે. પ્ર. ૧૭ ઉપદ્રવ બહુપરિ કરે, જલવાહક તિમ અવરોને, આજ્ઞા ફેરે આપણું, માની કેહને નવિ માનેરે. પ્રા. ૧૮ પીડે એમ સહુ લેકને, દ્વારિકાના વાસી જેહારે; સમગ્ર પુરને ભય કરે, કોલાહલ કરે અહોરે. પ્રા. ૧૯ અનાવૃષ્ણિ તે સાંભલી, વસુદેવસુતનું રણધીરે રે, સમુદ્રવિજયનૃપ અણપૂછએ, માની રથ ચડી વીરે. પ્રા. ૨૦
For Private And Personal Use Only