________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શત્રુજયરાસંપરથી એતિહાસિક વૃત્તાંતાપર અજવાળું પડે. છે. જાવડ વગેરેના વહાણે મહાચીન ચીન અને ભેટ વગેરે દેશમાં જતાં હતાં તેથી એમ સમજાય છે કે તત્સમયે આર્યાવર્તમાં વ્યાપાર સભર ચાલતે, અને હિંદુસ્તાન ધનથી સમૃદ્ધ હતું. હિન્દુસ્તાનમાં વહાણ બનાવવાની વિદ્યા ઘણા કાળથી હતી એમ શત્રુંજયમાહામ્યમાં આપેલા એક વેપારીના કથાનક ઉપરથી સિદ્ધ થાય છે. તે વેપારી ઘણુ જુના વખતને હતે. હિન્દુસ્તાનમાં યુદ્ધ કળામાં વપરાતા અસ્ત્ર શસ્ત્રની વિદ્યા, ઘણાકાળથી પ્રવર્તતી હતી એવું રામરાવણના, અને પાંડવકૈરવના યુદ્ધથી સિદ્ધ થાય છે. હિન્દુસ્તાનમાં અનેક સતીઓ થઈ ગઈ તથા અનેક પ્રકારના સુધારા થયા એવું શત્રુંજયમાહાત્મ્યગ્રન્થથી સિદ્ધ થાય. છે. હિન્દુસ્તાનમાં આ અવસર્પિણકાળમાં જેનરાજા ભરતથી જૈનમન્દિરે કરાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને તે અદ્યાપિ પર્યત પ્રવર્યા કરે છે. આ અવસર્પિણુકાળમાં તીર્થની યાત્રા માટે સંઘ કાઢવાની પ્રવૃત્તિને આરંભ શ્રીભરતરાજાથી થાય છે, એમ શત્રુંજયમાહાસ્ય વાંચતાં તરત માલુમ પડે છે, ઇત્યાદિ અનેક વૃત્તાંતેને બેધ આ ગ્રન્થને વાચતાં વાચકને થાય છે, અને તેથી આત્માથીજનેને સિદ્ધાચલતીર્થ પર અત્યંત ભાવ ઉત્પન્ન થાય એમાં નવાઈ શી? તેમજ શત્રુંજય માહાસ્ય વાંચતા આર્યદેશની મહત્તાને ખ્યાલ વાચકોના હૃદયમાં તુર્ત ઉત્પન્ન થાય છે અને પવિત્ર તીર્થોપર તથા આર્યદેશ ઉપર અત્યંત પ્રેમ ઉદ્ધવે છે. સિદ્ધાચલના અનેક વખતે નાના મોટા ઉદ્ધાર થએલા છે તેમાંથી મુખ્યનાં નામ નીચે પ્રમાણે–
For Private And Personal Use Only