________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
કનકવંશી ગણાતે તે અને વલભીપુરની ગાદી પર બેસનાર ધવસેન ૧ લે એ બે એકજ હોય એમ સંભવે છે, અને તેથી વલભીપુર કે સેરઠનું રાજય, અને વડનગર કે જે ગુજરાતની રાજધાની એ બેને રાજા ધ્રુવસેન એક સંભવે છે. આ સંબંધમાં વિશેષ પ્રમાણે મળતાં ભવિષ્યમાં વિશેષ સમાધાન માટે પ્રયત્ન થાય એવી આશા રહે છે. અત્ર આપણે એટલુંજ જેવાનું છે કે “ધ્રુવસેન રાજા જૈન હતું તેથી તેને રાજ્યમાં ગુજરાત અને કાઠિયાવાડમાં જેની જાહોજલાલી વર્તાતી હતી.” શત્રુજ્યમાહામ્યમાં લખ્યા પ્રમાણે જે શિલાદિત્ય રાજા થયે તેના પશ્ચાત્ આ છેવસેન રાજા થયે એમ સંભવે છે. તત્સંબંધી ચર્ચા વિષે હજી ઘણું વિચારવાનું કહેવાનું બાકી રહે છે. - આ પ્રમાણે ધનેશ્વરસૂરિના સમયના, તથા આગળ પાછળના રાજાઓજનાચાર્યો, દેશ, ધર્મ, દેશની સ્થિતિ, મનુષ્ય ની સ્થિતિ, તસમાનકાલીન આચાર્યોએ કરેલા મહાન કાર્યો, ધર્મવાદે,અને પરદેશી રાજાના હુમલા ઉપર કઈક સારૂં અજવાળું પડે છે. ધનેશ્વરસૂરિ સંબધી પ્રસંગે પાત્ત લખતાં બીજા ધનેશ્વરસૂરિએ સંબંધી કહેવામાં આવે છે. બીજા એક ધનેશ્વરસૂરિ “ ચિત્રવાલગચ્છમાં થયેલા છે તે પૂર્વે “ રાજગચ્છીય ” હતા, પશ્ચાત્ ચિત્રપુરમાં પ્રતિષ્ઠા કરાવ્યાથી તે ચિત્રવાલગચ્છીય થયા. તે આશરે બારમા શતકમાં થયા છે..
For Private And Personal Use Only