________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીથરાય મણિપ્રિય વિદ્યાધરને સુત હું, બેટ નગરને સ્વામી, માહરૂં નામ કલાપ્રિય વૈરી, રાજ્ય લીયે જય પામી. ભા. ૧૦ ગિરિ વૈતાઢયે ચાલે રાજન, તાહરે બલ અરિજીપી, રાજય લહું તાહરે સુપાયે, તાહરી કીર્તિ દીપી. ભા. ૧૧ બેસીસિ વિમાને વિદ્યાધરનું, ખેતપુર નગર સિધાયા; ખેચર અરિજીપી કલાપ્રિય, રાજ્ય સામ્રાજયે ભાયા. ભા. ૧ર કલાપ્રિય ખેચરનિજ ભગિની, ગુણમાલા ઈણ નામે; રૂપે જેણે હરાવી અમરી, પરણાવી નિજ ગામે. ભા. ૧૪ બીજી પણ નૃપ રૂપ નિહાલી, વિદ્યાધર અંગજાતા; પરણાવી ચક્રધર રાજાને, જીહાં તિહાં ભાગ્ય વિખ્યાતા. ભા. ૧૪ રચિત વિમાન કલાપ્રિય ખેચર, બેસી સકલત્ર રાજા; ચાલ્યા તિહાંથી સોરઠ સનમુખ, સાથે ખેચર જાજ. ભા. ૧૫ માગ દેખી વન રેલીયા, યુગાદિસ ગૃહ માંહે, રાય વિમાન થકી ઉતરી, પુજયા પ્રભુ ઉમાંહે, ભા. ૧૬ રાજા જન પ્રાસાદ નિહાલે, ગેખે બેઠી દીઠી. રૂપ અને પમ વાનરી નારી, નયણે લાગી મીઠી. ભા. ૧૭ સુંદર નારિ વાનરી દીસે, એટલે કરમું ફર; તુરત થઈ કન્યા દિવ્ય રૂપે,વિરમય લહી મન હર. ભા. ૧૮ જેતલે રાય બોલાવે તેહને, તેટલે તસુ રખવાલા; ઉભય વિદ્યાધર આગલે આવી, ભાષે વચન રસાલા. ભા. ૧૯ વિસ્મય મનમાં મ ધરે રાજા, રૂપ વિપર્યય દેખી; ચમતકારકથા તું સાંભલિ, : પામિસિહર્ષ વિસેસે ભા. ૨૦ એહ સુષિતિહબેઠે રાજા, બે માહિ એક પપે વૈતાઢય ગિરિની ઉત્તર સેણિ અમે રહુ બેહુ સપે, ભા. ૨૧
For Private And Personal Use Only