________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાન્તે લખવામાં આવ્યુ છે. મહાવીરસ્વામીએ ભવિષ્યતરીકે શિલાદિત્ય અને નેશ્વરસૂરિનુ વર્ણન કર્યું છે તે અત્ર પ્રસ્તાવનામાં ભૂતકાળતરીકે વર્ણવ્યું છે. ધનેશ્વરસૂરિએ સિદ્ધાચલતીર્થની પ્રભાવના કરી. પ્રભાવકૅચરિત્રમાં મલ્લવાદીએ આર્દ્રાને હરાવ્યા અને શિલાદિત્યને જૈન કર્યાં એવુ લખવામાં આવ્યુ છે. સલવાદીએ શિલાદિત્યની રાજસભામાં આર્દ્રાને હરાવ્યા હતા અને તેથી બદ્ધાને સદાને માટે દેશવટો ભોગવવા પડયા. ધનેશ્વરસૂરિના સમયમાં જૈનાચાર્યાની જાહેાજલાલી પ્રવર્તતી હતી. તે વખતનું બાદ્ધાનુ. જોર જૈનાચાયે/એ હુઠાવ્યું હતું. તત્સમયે વૈદિક ધર્મ જોરપર નહાતા. શત્રુજયમાહાત્મ્યથકી માલુમ પડેછે કે વિક્રમરાજાના સમયમાં તક્ષશિલાનગરીનારાજા જૈન હતા. વિક્રમરાજાના સમયમાં થનાર શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિએ ઉજ્જયનીનગરીમાં વિહાર કરી શ્રીવિક્રમરાજાને પ્રતિબેધ આપી જૈનધર્મી બનાવ્યા હતા.
સિદ્ધસેનસૂરિ સાથે વિક્રમનૃપતિની સાચલની યાત્રા.
વિક્રમરાજાએ શ્રીસિધ્ધસેનદિવાકરને સાથે લેઈ શત્રુ’જયતીર્થના સંઘ કહાડયા તેમાં પાંચ હજાર આચાર્યાએ ભાગ લીધા હતા. વિક્રમના સમયમાં જૈનધર્મોની પૂ જાહેાજલાલી હતી. આર્ય અને અનાર્ય દેશમાં પણ જૈનધર્મ પ્રવર્તતા હતા તે જાવડશાને અનાર્યદેશમાં જૈનસાધુએ આપેલા એધપરથી માલુમ પડેછે. અ`સ્તાન, અફગાનીસ્તાન અને ઈરાન વગેરે દેશપર આર્યરાજાનું રાજ્ય હતું તે જગન્મલ રાજાના રાજ્યથકી સમજાયછે. લઘુશાન્તિ
For Private And Personal Use Only