________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાભ્યગ્રંથના સર્વ અને અનુક્રમે સંપૂર્ણ વૃત્તાંત સહિત ગોઠવ્યા છે તે વાંચકને સમ્યક રીતે અવબોધાય છે. શત્રુંજયમાહામ્યના નવખંડ છે. ગ્રન્થની આદિમાં ઋષભદેવપ્રભુનું મંગલાચરણ કર્યું છે, પશ્ચાત્ ષભદેવ ભગવાનના વખતમાં પુંડરીકગણધરે સવાલક્ષ લેકપ્રમાણ શત્રુંજયમાહાન્ય રચ્યું, તેની શ્રીવરપ્રભુએ કહેલા શત્રુંજયમાહામ્યવર્ણનને સાર શ્રીવીરપ્રભુના વખતમાં સુધર્માસ્વામીએ વીશ હજાર કલેકપ્રમાણ શત્રુંજયમાહાસ્ય ગ્રન્થની રચના કરી તેની વિગત આપવામાં આવી છે, પશ્ચાત્ શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલ પર્વત પર સમવસરે છે, ઈન્દ્ર તેમની આગળ સિદ્ધાચલ સંબંધો પ્રશ્ન કરે છે, શ્રીવીરપ્રભુ શ્રીસિદ્ધાચલ પર્વતની મહત્તા વર્ણવે છે, સિદ્ધાચલનાં એકવીશ નામનું વર્ણન કરવામાં આવે છે, અને સિદ્ધાચલ મહાક૯પમાં સિદ્ધાચલનાં એકસો આઠ નામ આવે છે તેની દિશા દેખાડે છે. પહેલા આરામાં સિદ્ધાચલ એંસી એજનને; બીજા આરામાં સી-તેર એજનને ત્રીજા આરામાં સાઠ જનને; ચોથા આરામાં પચાસ યે જનને, પાંચમામાં બાર એજનને અને છઠ્ઠા આરામાં માત્ર સાત હાથને માનવાળો રહેશે એમ વરપ્રભુ ઈદ્રની આગળ વર્ણવે છે. પશ્ચાત્ સિદ્ધાચલનામશ્રવણથી ચાર હત્યાદિક અનેક દેને નાશ થાય છે તેનું વર્ણન કરે છે. પશ્ચાત્ તીર્થની આશાતનાને ત્યાગ, તીર્થસેવન કુળમહિમા શત્રુંજય તીર્થ ક્ષેત્રમાં પાપકર્મથી થતે કર્મબંધશત્રુંજય તીર્થમાં કર્તવ્યાકર્તવ્ય સૂર્યકુંડમહિમા; બકનું સૂર થવું વગેરે અનેક અધિકાર શગુજયરાસમાં વર્ણવવામાં આવ્યા છે, ઋષભદેવથી માંડીને ભરતેશ્વરબાહુબળીનું
For Private And Personal Use Only