________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચાત્ વિક્રમ સંવત્ ૪૭૭ અને વીર સંવત્ ૯૪૭માં સૈરાષ્ટ દેશ તિલકભૂત વલ્લભીપુરનગરીમાં વિરાજીત શિલાદિત્યરાજાની વિજ્ઞપ્તિને સ્વીકાર કરીને શ્રીધનેશ્વરસૂરિએ નવ હજાર લેકપ્રમાણ શત્રુંજયમાહાત્મ્ય ગ્રન્થની સારભૂત સંક્ષેપમાં રચના કરી. (૩) તપાગચ્છીય શ્રીહંસરત્નસૂરિએ પણ, સંસ્કૃતમાં ગદ્યાત્મક શ્રી શત્રુંજયમાહાસ્યની રચના કરી છે. (૪) શ્રીશિલાદિત્ય રાજાના સમયમાં ધનેશ્વરસૂરિ મહારાજે અનેક પરોપકારક કાર્યો કરેલાં છે. શિલાદિત્યરાજાએ શ્રીધનેશ્વરસૂરિ મહારાજની આજ્ઞાઓ ઉઠાવેલી હતી. શિલાદિત્ય રાજાના સમયમાં સંસ્કૃત વિદ્યાવિજ્ઞ અનેક પંડિતે હતા. તત્ સમયે માગધી ભાષા પ્રાકૃતભાષા પાલી ભાષા આદિ ભાષાઓ વ્યવહારમાં જીવિતરૂપને ધારણ કરતી હતી. ધનેશ્વરસૂરિએ અનેક આશયને લક્ષમાં લઈ સંસ્કૃત ભાષામાં શત્રુંજયમહાભ્યની રચના કરી હતી. પશ્ચાત્ સંસ્કૃત ભાષા મનુષ્યના જીવનવ્યવહારમાં મૃતપ્રાય થઈ ગઈ અને મનુષ્યને સિદ્ધાચલતીર્થની મહત્તા અવબોધવાને માટે જીવતૃભાષામાં શત્રુતીર્થને કઈગ્રન્થ નહીં હોવાથી અઢારમા સૈકાના મધ્ય કાલમાં થએલા શ્રીમાનુજિનહર્ષવાચકે શત્રુંજયતીથને ગુજ રભાષામાં રાસ રચ્યો અને તેથી ગર્જરભાષા જાણનારા મનુષ્યને સિદ્ધાચલમાહાભ્યનું સ્વરૂપ જાણવાને ઘણી અનુકૂળતા થઈ. ધનેશ્વરસૂરિરચિત શત્રુજ્યમાહાભ્યને ગુર્જરભાષામાં શ્રીજનહર્ષ સમ્યક અનુવાદ કર્યો છે તેમાં તેમણે ધનેશ્વરસૂરિરચિત શત્રુજ્ય
For Private And Personal Use Only