________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પામ્યા છે અને ભવિષ્યમાં પામશે. શત્રુંજ્ય પર્વત પર અનેક મુનિયેએ ધ્યાન અને અનસણ કર્યા છે. સિદ્ધાચલના કાંકરે કાંકરે અનતા મુનિયે મુક્તિપદને પામ્યા તેથી સિદ્ધાચલતીર્થ સર્વ તીર્થોમાં ઉત્તમત્તમ તરીકે શોભી રહ્યું છે. ઉત્તમ ઉજવલ લેસ્થાને ધારણ કરનારા અનેક મુનિયેની દ્રવ્ય મવર્ગણાના પુલે અને તેમનાં લગ્ધીસંપન્ન શરીરનાં ઉત્તમ પુલે ત્યાં વાતાવરણમાં છવાઈ રહેલાં હોય છે, તેથી ત્યાં જે યાત્રાળુઓ યાત્રા કરવાને જાય છે તેઓની લેશ્યાઓ સુધરે છે અને તેઓને તીર્થ સ્પર્શનાથી અનેકધા જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિ ગુણોને લાભ થાય છે તેથી શાસ્ત્રામાં તીર્થકર આદિના કલ્યાણકે જ્યાં થએલાં છે, તેવા સ્થાવરતીર્થોને મહિમા વર્ણવવામાં આવ્યું છે. મુનિયે પ્રાયઃ મોટા ભાગે પર્વતે વગેરે ઉપર ધ્યાન કરે છે તેથી તેઓના કલ્યાણકથી તે પર્વતે અને તે ભૂમિ તીર્થ તરીકે બને છે. અનાદિકાળથી આવાં સ્થાવર તીર્થો બનેલાં છે અને કેટલાંક અમુક વખતથી પણ બનેલાં છે. સિદ્ધાચલતીર્થ અનાદિકાળથી બનેલું છે.
આ અવસર્પિણ કાળમાં ત્રીજા આરાને છેડે શ્રીત્રકષભદેવ ભગવાનને આદેશ પામીને પુંડરીક ગણધરે સવા લક્ષ
શ્લેકપ્રમાણુ શત્રુંજય માહાતમ્ય રચ્યું. (૧) તત્પશ્ચાત્ પરંપરાએ ચોવીસમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીના શિષ્ય પાંચમા ગણધર સુધર્માસ્વામીએ મનુષ્યનું અપાયુષ્ય જાણી ઘણું સંક્ષેપી તેને સાર લેઈને વીસ હજાર લોક પ્રમાણ શત્રુંજયમાહાસ્ય રચ્યું. (૨) સુધર્માસ્વામી
For Private And Personal Use Only