________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
38 અન. પ્રસ્તાવના.
વિશ્વપ્રવર્તિત સર્વ ધર્મપન્થોમાં તીર્થોનું માહાભ્ય વર્ણવ્યું છે. જૈનમાં સિદ્ધાચલ પર્વતને ઉત્તમતીર્થ તરીકે તીર્થકરેએ કર્યો છે. મુસલમાને મકાને, ખ્રીસ્તિ યરૂસેલમને, અને બદ્ધ બોધિવૃક્ષને તીર્થ તરીકે માને છે. હિંદુઓ ગંગા, કાશી, પ્રયાગ, જગન્નાથ, અને દ્વારકા વગેરેને તીર્થ તરીકે માને છે. આ પ્રમાણે અવેલેક્તાં વિશ્વપ્રવતિત સર્વ ધર્મોમાં તીર્થોનું માહાસ્ય છે એમ સુજ્ઞજન અવબોધી શકશે. જેનાથી સંસારરૂપી સમુદ્ર તરી શકાય છે તેને તીર્થ કહેવાય છે. તીર્થના બે પ્રકાર છે. જંગમતીર્થ અને સ્થાવરતીર્થ. જેનદષ્ટિએ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘને જગમતીર્થ કહેવામાં આવે છે. શ્રુતજ્ઞાનને પણ શાસ્ત્રકારે તીર્થ કહે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા તીર્થ –કેવલજ્ઞાનીઓનાં
જ્યાં જ્યાં દીક્ષાકલ્યાણક, જન્મકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક, અને નિર્વાણ કલ્યાણક થએલાં હોય છે એવી ભૂમિને સ્થાવરતીર્થ કહેવામાં આવે છે. આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓએ જ્યાં ધ્યાન કરેલાં હોય છે અને જ્યાં મુક્તિપદ પામ્યા છે તેવી ભૂમિને પણ સ્થાવરતીર્થ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રદષ્ટિએ સમેતશિખર, તારંગગિરિ, અબુદાચલ, ગિરનાર, અને અષ્ટાપદ વગેરે અનેક તીર્થોમાં સિદ્ધાચલતીર્થને ઉત્તમોત્તમ માનવામાં આવ્યું છે. શત્રુંજયગિરિ ઉપર અનેક આચાર્યો અનેક ઉપાધ્યાયે અને અનેક મુનિયે ભૂતકાળમાં મુક્તિ
For Private And Personal Use Only