________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે સાંભરે મુજતાત પ્યારે, આ સમે પળ પળ વિષે,
નહી ત્યાગવા છે ઉમિ, કેઈ કાળમાં કેને મિષે; માયાવિની માયા છતાં, સ્મરવા કદી દેતી નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૮ મમમાર્ગમાં જાતાં મને, સંબંધિના સંબંધ આ,
થવર સમા આડા પડયા, જાવાય નહી પથ બંધ આ; પ્રિય દેશમાં જાવાની ઉમિ, છે છતાં હિમ્મત નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. હું હે સ્વપ્ન પણ જાગૃતસમું, લાગી પડી વસમી વ્યથા,
કહેવાય ના જન કેઈને, લાગે ઘણી ઘેલી કથાઃ સગર સમીપે તેય જતાં, વૃત્તિ નદી રૂહેતી નથી,
જાગૃતુ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૦ વર્ષો થઈ વસુધા ઉપર, મૃત્તિકા કઠિન ભીંજાઈ છે,
આ વનલતા પણ સર્વ રૂડા, રંગથી રંગાઈ છે; એવું છતાં મુજ હૃદય કંઈ, ભીજાતું રંગાતું નથી,
જાગૃતુ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૧ જ્યારે હવે કરશું હૃદયમાં, શાન્તિના આવાસને,
કયારે અનુભવ પીયૂષથી, છીપાવ પિપાસને તેની અરે તલભાર માલુમ, આજ સાંપડતી નથી,
જાગૃત અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧૨
For Private And Personal Use Only