________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં કંઈ અપ્રીતિ, દ્વેષ ઉપજાવ્યું હોય તે તે ખમાવું છું, વ્યવહારથી તમે શિષ્યપણે છે પણ વસ્તુતઃ જોતાં તમે મારા આત્મા સદશ છે, મારાથી તમારા હદયમાં નીચભાવના ઉત્પન્ન થઈ હોય તે સંબંધી ખમાવું છું, નયસા પક્ષબુદ્ધિથી તમને ઉપદેશ આપતાં તમારી તથા પ્રકારની બુદ્ધિના અભાવે ઉલટ અથ કર્યો હોય, અને ઉલટાં આચરણ આચર્યા હોય તે તે સંબંધીને દોષ મારા ઉપર ચઢાવશે નહીં. તમારા આત્માની પરમાત્મસ્થિતિ થવાને માટે ઉપદેશ દેતાં અપ્રીતિ–ઉપદ્રવ થયે હેય તેની ક્ષમા પના કરું છું, હે શિષે ! તમને મારાથી બનતા પ્રયત્ન ઉચભાવનાના અધિકારી ન બનાવ્યા હેય તેની ક્ષમા કરશે. હે શિતમારૂં યથાયોગ્ય કલ્યાણ કરવામાં મેં યથાર્થ ઉપદેશ ન દીધું હોય તે તેની ક્ષમા ઈચ્છું છું. હે શિષે ! તમારા પ્રતિ નિષ્કામ–ઉપકારબુદ્ધિથી ન વર્તાયું તે તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉછું. હે શ્રાવકે-હે શ્રાવિકાઓ! મન-વચન-કાયાથી તમને અપ્રીતિ ઉપજાવી હોય, આશાતના કરી હોય, તે ખમાવું છું, અને તમે પણ ખમશે. શ્રાવક અને શ્રાવિકાઓ પ્રતિ સમ્યગાચરણના અભાવે જિનાજ્ઞા વિરૂદ્ધવર્તન થયું હોય તે તે સંબંધી ખમાવું છું અને તે પણ ખમ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી મારા આત્માને ધર્મધ્યાનાદિકથી ન ભાવ્યું હોય તે સંબંધી પશ્ચાતાપ કરૂં છું. જે અન્ય ને ખમાવે છે તેને આરાધના છે. અને જે અન્ય ને ખમાવત નથી. તેને આરાધના નથી. હે જીવ! કોઈને શત્રુ ધારીશ નહીં. તારૂં ભૂરું કરવા કેઈ પણ સમર્થ નથી, સર્વજી મિત્ર છે. ક્રોધ, માન, માયા, લોભને ત્યાગ કરીને સર્વજીને ખાવ. હૃદયમાં લઘુતા ધારણ કરી ઉચ્ચભાવમાં પ્રવેશ કર. કુંભારના ઘરની પાસે ઉતરનાર સાધુના મિચ્છામિ દુક્કડંની પેઠે વર્તન ન કર, તારું ભલું કરવું તારા હાથમાં છે, અનંતભવપરંપરાને તું તેડી નાખજે. For Private And Personal Use Only