________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 185 તરથી કંઈ સિદ્ધિ થતી નથી. કહ્યું છે કેपढना गुणना सबाह जूठा, जब नहि आतम पिछाना, वरविना क्या जान तमासा लुण वण भोजनकु खाना; अलख देखमें वास हमारा, मायासे हम हे न्यारा, निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा. બાહ્યજ્ઞાનથી કંઈ આત્મશક્તિને પ્રકાશ થતું નથી. આત્મજ્ઞાનથી જ આત્મશકિતને પ્રકાશ થાય છે, આત્મજ્ઞાનની તીવ્રદશા છે તેજ ચારિત્ર છે અને તેથી કમને ક્ષય થઈ જાય છે, કહ્યું છે કે - जं अन्नाणी कम्मं खवेइ बहुयाहि वास कोडीहिं, तं नाणीतिहिगुत्तो, खवेइ उसास मित्तेण / / 1 / / આત્મજ્ઞાનથી ધ્યાન થાય છે, આત્મજ્ઞાનથી ધ્યાનની પરંપરામાં અનંતસુખને અનુભવ આવે છે, આત્મધ્યાનમાંથી ચુકાય તે પણ પાછું આત્મધ્યાન કરવું જોઈએ. આમેધ્યાનની સંતતિ તુટે તેપણ આત્મભાવનાથી પાછી જ્ઞાની પુરૂષ સાંધે છે, કહ્યું છે કે - છો. आत्मानं भावयन्नाभिः भावनाभिर्महामातः त्रुटितामाप संधत्ते, विशुद्धध्यानसंतति // 1 // આત્મજ્ઞાનથી આત્મધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ અંતરચારિત્ર છે. ધ્યાનીએ પુનઃ પુનઃ લક્ષ્યમાં આ વાત રાખવાની છે. તે એ છે કે, કેધાદિક પ્રસંગે પણ હદયમાં દેધ ધારણ કરે નહિ. કારણ કે, કેપ કરવાથી પૂર્વ કેડી વર્ષ પર્યત પામેલું ચારિત્ર નષ્ટ થાય છે. यतः जं अज्जियं चरितं, देवसूणाएवि पुवकोडीए, तंपि कसायामित्तो हारेइ नरो मुहुत्तेण // 1 // કષાયને જીતી શાંત દાંત આત્માની ઉચકેટી પ્રાપ્ત કરવી જોઈએ. આત્માનું અનંતસુખનું આચ્છાદન કરનાર For Private And Personal Use Only