________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠી પણ આત્મશક્તિચેના પ્રતાપથી પૂજાય છે, દેવતાઓ વૈકિયલબ્ધિના પ્રતાપથી ક્ષણમાં અનેક પ્રકારનાં શરીર કરે છે, આત્મશક્તિયેની સર્વ પૂર્ણતા સિદ્ધભગવાનેને હોય છે, પેટીમાં અનેક પ્રકારનાં રત્ન ભર્યા હોય અને તાળું માર્યું હોય, પેટી ઉપર એમ લખ્યું કે-આ પેટીમાં અમુલ્ય રને ભર્યા છે. એમ સર્વે વાંચી આનંદ પામ્યા. સર્વ જી વિચાર કરે છે કે, અહા ! કેટલું બધું પેટીમાં ધન છે, પણ જ્યાં સુધી તાળું ઉઘાડયું નથી ત્યાં સુધી કોઈ તે ધનને પ્રાપ્ત કરતું નથી, કે વિચક્ષણ ગમે ત્યાંથી તાળું ઉઘાડવાની કુંચી પ્રાપ્ત કરે અને તાળું ઉઘાડે તે તેને ધન મળે છે. તેમ અત્રે પણ સમજવાનું કે, આત્મારૂપ પેટીમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય, આદિ અનંતગુણરૂપ રત્ન ભર્યા છે. અજ્ઞાનમિથ્યાત્વરૂપ આત્મપેટીને તાળું માર્યું છે, ભેદજ્ઞાનની ગમરૂપ કુંચી જે પ્રાપ્ત કરે છે તે તાળું ઉઘાડી આત્મપેટીમાં ભરેલાં રત્નોને દેખે છે. પશ્ચાત્ તે કમમેલ નિવારી સદ્ગુણરત્નોની શુદ્ધિ કરે છે. તેથી તે અનંતસુખને ભકતા બને છે, તે સંબંધી કહ્યું છે કે रत्नभरेली पेटी पारखीरे आतमा, ताळा खोलीने धन देखीयुं. वैरागी. आतमारे मनप्यारा, लागीरे तारी प्रीतडी. वैरागी. योगीरे यतिजन तने शोधतारे आतमा-- गुणो अविनाशी केरा गायरे. वैरागी.. आतमा. અનંતશક્તિના ભંડાર હે આત્મા તુજ આરાધ્ય પૂજ્ય છે–આત્મશકિતનું અપરિમિત બળ ઉદભુવનમાં પ્રખ્યાત છે. આમાની અનંત શક્તિને ભેક્તા આત્મા છે. શુદ્ધ નિશ્ચયનયથી સર્વ આત્માઓ અનંતશકિતના ભક્તા છે, કમચ્છાદનથી સંસારીઆત્માઓ પરતંત્ર છે. જ્યારે કમને નાશ થાય છે. ત્યારે આત્મા સ્વતંત્ર બને છે. શુદ્ધ સ્વત For Private And Personal Use Only