________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતે અડધે કુ ખેલે હોય તેને બીજીવાર જ્યાંથી કૂવે છેદવાનું બાકી હોય ત્યાંથી દવાની જરૂર પડે છે, અને એક મનુષ્યને પ્રારંભથી કે ખેદ હોય તે વધારે કાળ લાગે છે, તેમ અત્ર પણ સમજી લેવું, ઘણું ભવના દઢ સંક્ષરવાળા જ સર્વ શક્તિને પ્રકાશ થડા કાળમાં કરી શકે છે અને આ ભવમાંજ જેણે સદુપાને પ્રયત્ન આદર્યો છે, તેને ઉત્કટ આત્મવીર્યને વેગ ન હોય તે વધારે વખત લાગે છે, જે ફળની વાર લાગે તે પુરૂષ સમજવું કે હજી વિશેષ સદુપાયે વીર્યવેગથી ઉદ્યમ કર જોઈએ, ઉદ્યમી પુરૂષ અને કમને પરાજય કરે છે. અને આત્માની અનંતરૂદ્ધિ પ્રાપ્ત કરે છે, સદાકાળને માટે સુખી થાય છે, સહજાનંદપારાવારમાં ઝીલે છે. આત્મશક્તિનો મહિમા અપરંપાર છે. અઠ્ઠાવીશ પ્રકારની લબ્ધિ વા પચાશ પ્રકારની લબ્ધિ પામવી તે સર્વ શક્તિ આત્માની છે. એક ઈન્દ્રિયથી પંચઇન્દ્રિનું કામ કરવું તે પણ એક પ્રકારની આત્મશક્તિ છે, શ્રી ગતમસ્વામીએ એક પાત્રમાં પન્નરસું તાપને ક્ષીરાનભોજન કરાવ્યું તે પણ આત્મશક્તિને મહિમા છે, આ શકિતથી શું શું થઈ શકતું નથી; અલબત સર્વ થઈ શકે છે. એક ચેગી મહાત્મા દુરાશીષથી હજારે મનુબને નાશ કરે છે. અને તે જ ગીમહામા સારી આશીબુથી હજારે મનુષ્યનું ભલું કરી શકે છે, આત્મશકિતચેના અનેક પ્રકારના ભેદ છે, જડપદાર્થોમાં એવી કોઈ શક્તિ છે નહિ કે જે આત્મશક્તિની તુલના કરી શકે, આત્મશક્તિ આગળ દેવતા પાણી ભરે છે, શ્રી સનસ્કુમારચકવતિ રૂષિરાજને તપશ્ચર્યા કરતાં ઘણું આત્મશક્તિ ઉત્પન્ન થઈ હતી. દેવતા રેગ મટાડવા આવ્યા પણ તેની જરા માત્ર પૃહા રાખી નથી, આત્મિક શક્તિનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય For Private And Personal Use Only