________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે જીવમિત્ર તમે જગને જેવી દષ્ટિથી દેખશો તેવું તે દેખાશે, શેકવાળા પુરૂષને શેક વૃત્તિથી જગત શોકમય ભાસે છે, વિરહીશું સ્ત્રીને વિરહવૃત્તિથી જગત વિરહમય લાગે છે, ક્ષણિક વૃત્તિની ભાવનાથી જગત ક્ષણિક લાગે છે, જેવી વૃત્તિ તેવું જગત્ ભાસે છે. જેવી દષ્ટિ તેવું જગત્ દેખાય છે, ધંતુર પીનારને જગત પીળું ભાસે છે, નિર્મળ આંખવાળાને જેવું જગતું હોય છે તેવું ભાસે છે, લાલ, ઉદાં, પીળાં, આદિ ઉપાધિવાળાં ચશ્માંથી દેખતાં પદાર્થને ભાસ પણ ઉપાધિમિશ્રિત થાય છે, તેમ રાગ અને દ્વેષાદિ ઉપાધિથી દેખનારને જીવ પણ ઉપાધિમિશ્રિત દેખાય છે માટે સમતાભાવ ધારણ કરી શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિથી સર્વ પદાર્થોનું સ્વરૂપ જેશે તે જેવા પદાર્થ હશે તેવા દેખાશે, તેમ જગતજી પણ સર્વ નિર્મલ દેખાશે, અને તેથી રાગદ્વેષની ઉપાધિને નાશ થશે, અને અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરી સચ્ચિદાનંદસુખના ભોક્તા બનશે અને સાદિઅનંતમે ભાંગે મોક્ષસ્થાનમાં વાસ કરશે. હે ભવ્ય–સમજશે કે, આત્મા એજ પરમાત્મારૂપ છે. પિતાના શુદ્ધ સ્વરૂપનું ધયાન કરતાં સર્વ કર્મ બળીને ભસ્મીભૂત થતાં પરમ મહોદય સ્વરૂપી આત્મા થાય છે. કહ્યું છે કે– अय मात्मैव चिद्रयः शरीरी कर्मयोगतः ध्यानाग्नि दग्ध कर्मातुं शुद्धात्मा स्यान्निरंजनः // 1 // તે કર્મના ભેગે દારિક, વકિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીરને ધારણ કરે છે. ધ્યાનરૂપ અગ્નિથી જ્યારે અષ્ટકર્મને વિખેરી નાંખે છે, ત્યારે તે નિરંજન પરમાત્મા કહેવાય છે. તમે સર્વજ સત્તાએ પરમાત્મા છે તેથી કમ જ દૂર થતાં પોતે પરમાત્મસ્વરૂપે પ્રકાશે છે, તમારી For Private And Personal Use Only