________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમ ભામિ ! આમતી એવી મને 173 કાર્ય કરતાં છતાં પણ પ્રતિદિન ઉચ્ચકેટી ઉપર ચઢશો અને પરમાત્માની સંપૂર્ણ કળાને પ્રગટ કરશે, આ કુંચી તમારા હાથમાં છે, વિચારથી આચારમાં ક્ષણે ક્ષણે પ્રવૃત્તિ કરે. હે ભવ્ય મિત્રો ! આત્મસુખની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે, બાહ્યભાવમાં માંકડાની પેઠે કુદતી એવી મને વૃત્તિને કબજે કરે. આત્મજ્ઞાનથી સ્વાત્મ સામર્થના વેગથી ક્ષણે ક્ષણે મનવૃત્તિને સંયમ કરે, અંતર્મુખ દષ્ટિ વાળતાં મનેવૃત્તિને અંતે લય થશે. મન શાંત થતાં આત્મ - તિને પ્રકાશ થશે. હે ભવ્યજીવે તમે જરા વિચારશે તે માલુમ પડશે કે, આત્મા અનાદિકાળથી રાગદ્વેષના ગે સંસારચકમાં ભમ્યા કરે છે, હવે મનુષ્યભવમાં રાગદ્વેષના વેગને જે ટાળવામાં નહિ આવે તે સંસારમાં પરિભ્રમણ ટળનાર નથી, માટે ખરેખર ચેતવાને સમય છે, જીવડા ચેતીલે ચટપટમાં, ખુંચે શું ખટપટમાં. આ વિરાગ્ય વા ક્યનું સ્મરણ કરી ક્ષણે ક્ષણે આત્મપ્રભુનું નવધાભક્તિથી સેવન કરે, નવધાભક્તિથી ખુશી થએલ આત્મા અનંતશક્તિને પ્રકાશ કરશે, અને તે પરમાત્મા કહેવાશે, પ-તાના સામર્થ્યથી આત્મધર્મમાં ઉદ્યમ કરે, ખરેખર અનંત સુખના ભોક્તા થશા. દરેક જીવોને દેખી ભાતૃભાવને સંબંધ રાખે, જે પોતાના બંધુ છે એવી ભાવના થતાં વિરઝેરની મલીનતા હૃદયમાંથી નીકળી જશે, સર્વ છે પિતાના બંધુ છે ત્યારે હું કને મારૂં, અલબત કોઈને નહી, શુદ્ધ પરમ ભાવદયામાં પ્રવેશ કરવાને ભાતૃભાવની દષ્ટિથી સર્વ ને નિહાળે, ક્ષણે ક્ષણે હરતાં ફરતાં, ખાતાં પીતાં, સુતાં-બેઠતાં, કાર્યકરતાં પણ સર્વ જી મારા આત્મસમાન છે, માટે તે મારા ચિતન્ય શક્તિથી સમાન જાતિ બંધુઓ છે, એ ઉચ્ચભાવ ધારણ કરે. ખરેખર પરમાત્માની સંપૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરવાને આ સરળ ઉપાય છે For Private And Personal Use Only