________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખને અને વાળ માટે હવામગીરી કામ રહા સુકમાં શારક જાતના હર કયાં કરા 171 બીજા મનુષ્ય સિદ્ધ સમાન નિર્મલ છે એમ સંગ્રહ નયની દ્રષ્ટિથી વિચાર કર, બીજાના ગુણ અને દેષ જોવાના કરતાં હે ભવ્ય જીવો પોતાના આત્માના અસંખ્ય પ્રદેશમાં દષ્ટિ સ્થાપી ઉત્પાદ વ્યય અવતાનું ધ્યાન કરે. તમારી ઉન્નતિ તમારાથી થશે. આત્મશ્રદ્ધા આત્મબળ આત્મભક્તિ આત્મધ્યાનથી જ તમે પરમાત્મપદને સહજમાં પ્રાપ્ત કરશે. ' હે ભવ્ય જી! હાલાઓ! જરા સમજ–તમે સુખને માટે રાત્રી અને દીવસ ગદ્ધાવૈતરું કર્યા કરે છે, તન મન અને વાણીથી અનેક જાતના ઉદ્યમ કરે છે, સુખને માટે સમુદ્રમાં શીર સાટે રહી છે. સુખને માટે ખાણમાં ઉતરે છે. સુખને માટે બીજાની ગુલામગીરી કરે છે. સુખને માટે જ્યાં ત્યાં ભટકયા કરી છે. સુખને માટે નદીમાં રહે છે. સુખને માટે બીજાનાં મસ્તક કાપી દયાને દેશવટો આપે છે, સુખને માટે વ્યભિચાર કર્મ કરે છે. સુખને માટે અનેક પ્રકારના વિકલપ સંકલ્પ કર્યા કરે છે. સુખને માટે રાજાની ગુલામગીરી કરે છે. સુખને માટે ટાઢમાં કામ કરે છે. સુખને માટે સ્ત્રીના પગે પડેછો. સુખને માટે તમે તેનાં વખાણ કરે છે. સુખને માટે વિશ્વાસઘાત, ચેરી વિગેરે અપકૃત્ય કરે છે. સુખને માટે શરીરને તેડી નાંખે છે. ઘડી નિરાંતથી થાક પણું લેતા નથી. જરા નિરાંતથી ખાતા પણ નથી. પણ તમે જરા મનમાં વિચાર કર્યો છે, સુખ કયાં રહે છે, જડમાં રહે છે કે ચેતનમાં જડમાં સુખ નથી રહેતું, તે વસ્તુઓને પ્યારી ગણી તેમાંથી સુખ લેવા આટલા બધા ધમપછાડા કેમ મારે છે; જરા વિચાર કરે. અંતરમાં શેળે. સુખતે આત્મામાં રહ્યું છે, અને આત્મા શરીરમાં તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યા છે, માટે ક્રાંતિને ત્યાગ કરી આત્મામાં સુખ શોધે, આ ત્મામાં સુખ છે. એમ શ્રદ્ધા રાખીને તમે જડમાં ઈષ્ટપણુની બુદ્ધિ છે તેને ત્યાગ કરે, આત્માનું ધન આત્મામાં છે, અંતરમાં શોધે. “પરમ નિધાન પરગટ મુખ આગલે જગત For Private And Personal Use Only