________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિષ્ટ જે કર્યું હોય તે સંબંધી હેમિત્રો! પશ્ચાતાપ કરે. મન વચન અને કાયાથી ક્ષમાપના સર્વ જીવેની સાથે કરે. હ પણ મિથ્યપદેશ સંબંધી પુનઃ પુનઃ પશ્ચાતાપ કરી સંપદેશમાં પ્રવૃત્તિ કરું છું. હે મિત્ર! તમે જે મુક્તિસુખને ઈરછતા હેતે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની દયા કરે, સર્વ જીનું પુત્રવત્ રક્ષણ કરે. કોઈપણ જીવની આંતરીને દુ:ખવશે નહિ. સ્વાર્થની ધૂનમાં અંધ બનીને જીને કચરી નાખશે નહિ. તુલસીકવિ કહે છે કે, दयाधर्मको मूल हे, पाप मूल अभिमान, तुलसी दया न छांडीए, जबलग घटमे प्राण // 1 // तुलसी हाय गरीबकी, कबू न खाली जाय, मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय. - આ કહેવતને પુનઃ પુનઃ સ્મરીને ભૂલ્યા ત્યાંથી ફરી ગણીને તમારા મનમાં દયાના વિચારોને ઠસાવી વચન કાચથી કઈ જીવને દુઃખ થાય નહિ એવી પ્રવૃત્તિ કરશે તે અંતે નિવૃત્તિ મળશે. - દયા સર્વ ધર્મનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધ. મ નથી. જે ભવ્ય મનુષ્યના હૃદયમાં દયા હોય તે અન્ય ઉપર ક્રોધ કરે નહિ. તેમ અન્ય જનની નિજા પણ કરે નહિ. દયાની પરિપૂર્ણતા પ્રાપ્ત થવાથી આત્મા પરમાત્મપદને પ્રાપત કરે છે, કેઈ પણ મનુષ્યને ગાળ દેવાથી તેનું હદય બહુ દુઃખાય છે તેથી તે જીવના આત્માને દુઃખ તે પણ એક જાતની હિંસા ગણી દયાવંત પુરૂષે કોઈને ગાળ દેતા નથી, અન્ય પુરૂષની નિન્દા કરવાથી પણ દ્વેષ કલેશની લાગણીઓ પ્રગટે છે, અને તેથી એક જાતની હિંસા થાય છે માટે ઉત્તમ દયાવંત પુરૂષ કેઈ પણ જીવની નિન્દા કરતા નથી. દુનિયાની ઉન્નતિ રજોગુણ અને તમોગુણથી થતી For Private And Personal Use Only