________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 151 પગલું ભરવાને તમે લાયક થશે. તે પછી તેમણે ધામ સંબંધી શુદ્ધિ રાખવાને ઉપાય જણાવ્યું હતું. ધર્મને એક અગત્યને વિષય ગણુ જોઈએ, જેમ ખોરાક એ શરીરને જરૂર છે, તેમ આત્માને સારૂ ધર્મ અગત્યનું છે. માટે તે બાબતમાં બેદરકાર નહિ રહેવું અને પૂર્ણ ભક્તિથી ધર્મનુષ્ઠાન કરવું, અને જ્ઞાન પ્રાપ્ત કરવું જ્ઞાન અને કિયાથી મોક્ષ સધાશે. આત્મા સંબંધી કેટલાક ઉડ્યા. ( મી. નાગરદાસ નત્તમદાસનું ભાષણ) મુનિવર્ય ગુરૂમહારાજ તથા ધર્મબંધુઓ! શ્રીયુત મોહનલાલભાઈએ જણાવ્યું તે પ્રમાણે જે મનુષ્ય વ્યવહાર શુદ્ધતા સાધે છે, જે મનુષ્યના મનમાં શુદ્ધ અને શુભ વિચારાનીજ શ્રેણી વહ્યા કરે છે, અને એમ ઉત્તરોત્તર જેમ જેમ શુદ્ધ પક્ષ વધુ વધુ બંધાતે જાય છે, તેમ તેમ તે મનુષ્ય સુખરૂપ, સત્તારૂપ અને નિત્ય આત્મસ્વરૂપના દશનમાં મગ્ન થતો જાય છે. જો કે આપણે આત્મા પણ આપણા તીર્થંકરાદિક તથા અન્ય મહાન પુરૂષોના જે નિર્મલ અને શુદ્ધ સ્વરૂપી છે, પરંતુ અનેક જન્માન્તરમાં બાંધેલાં જ્ઞાનાવરણીય, દર્શાનાવરણય આદીક અષ્ટ કર્માના આવરણથી આપણે આત્માને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, પરંતુ હવે જે આપણે એ આવરણને દુર કરવાનો પ્રયત્નશીલ થઈશું તે નિશ્ચયથી આત્માને દેખીશું. જેવી રીતે આવાં ઘટ આવરણ થતાં અસંખ્ય જન્મ વહી ગયા છે તે પ્રમાણે એક વખત એવા પણ આવશે કે જ્યારે આપણે પણ દેહવિમુક્ત શુદ્ધ આત્મા સ્વરૂપમાં સમરણ કરવા શકિતવાન નિવડીશું. સત્સમાગમ, શુભચિંતન, પ્રભુભકિત આદિક For Private And Personal Use Only