________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 150 થાઓ, ભકિતના અંતરપ્રદેશમાં વ્હાલા બંધુઓ ઉતરે. દિવ્યભક્તિ દ્વારા ભાવભક્તિમાં બંધુઓ પ્રવેશ કરશે, આ ન્નતિમાં ગુરૂભક્તિ કલ્પવૃક્ષ સમાન છે, ગુરૂભક્તિ માતા સમાન છે, ગુરૂકૃપાથી ગુરૂપદના અધિકારી થઈશું, સર્વ જીવે સમ્યક્ સશુરૂભક્તિના અધિકારી થાઓ. - ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ શુદ્ધિ. વકીલ મેહનલાલ હીમચંદભાઈ. (પાદરાવાળા) ભાષણ કd. એ વિષય ઉપર પાદરાવાળા વકીલ મોહનલાલ હેમચંદે લોકેના હૃદય પર સજ્જડ અસર થાય તે બધ આવ્યું હતું. તેમણે પ્રથમ આહારશુદ્ધિની જરૂર બતાવતાં જણાવ્યું કે લેકે અભક્ષ્ય રાક ખાતા થયા છે, અને તેથી તેમના શરીરમાં જોઈએ તેવાં શુદ્ધ પરમાણુઓ જણાતા નથી, વળી લેકે અન્યાયથી ધન પેદા કરે છે, અને તેવા પૈસાથી ખરીદેલા અન્નને ખોરાક પણ શરીરને અપવિત્ર બનાવે છે, અને તેનું શરીર આમેન્નતિમાં વિદનકારક થાય છે. તે ઉપર તેમણે સાચા શેઠની પાંચશેરીનું હદયને સ્થાયી અસર કરનારૂ દષ્ટાન્ત આપ્યું હતું. તે પછી વ્યવહારશુદ્ધિ રાખવાને જણાવ્યું હતું. જ્યાં સુધી સામાન્ય વ્યવહાર પણ શુદ્ધ નથી, જ્યાં સુધી માર્ગનુસારીપણુના ગુણે પણ આપણે પ્રાપ્ત કર્યા નથી ત્યાં સુધી ઉંચી બાબતે મેળવવા મથવું એ હવામાં કિલ્લા બાંધવા સમાન છે. માટે તમારા બીજા સાથેના લેવડદેવડમાં ન્યાયથી વર્તે, સત્ય બેલતાં શિખો, સહજ બાબતમાં જુઠું ભેળવી સાચી બાબતને અસત્ય બનાવતા નહિ, ખોટી રીતે ધર્મના સોગન ખાતા નહિ. પણ ન્યાયનિષ્ઠાથી વર્તજે. એટલે આગલું For Private And Personal Use Only