________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 કરવી જોઈએ, ગુરૂભક્તિથી મંગલમાલા થાય છે. શ્રીસદગુરૂ જાગતા દેવ છે, તેમની ભક્તિથી સશુરૂ શુભાશીષ્ય આપે છે તેથી ભક્તનું કલ્યાણ થાય છે. સમકિતદાયક અને ચારિત્રદાયક સશુરૂ ધર્માચાર્યની જેટલી ભક્તિ કરવામાં આવે તેટલી ઓછી છે, અન્ય પણ ચારિત્રધારક મુનિરાજેની યથાશક્તિ વૈયાવચ્ચ કરવું, કઈ પણ મુનિરાજની નિંદા કરવી નહીં, નિંદા કરનાર ચોથો ચંડાલ છે માટે અમુક સાધુએ અમુક કર્યું, અમુક બગડી ગયા, અમુક ફસાયા વિગેરે શબ્દોથી નિંદા કરનાર કંઈ સાધુને સારા કરી શકતો નથી અને વળી પોતાના આત્માને નિંદા કર્મથી પાપી બનાવે છે. માટે નિંદાના નકામા ધંધામાં ભક્તએ પડવું નહીં જગમાં અજ્ઞાની લેકે નિંદા કરીને મહા પાપકર્મ બાંધે છે. જ્ઞાની તેનેજ કહે કે કોઈની નિંદા કરે નહીં, સમકિતપ્રદ અને ચારિત્રધારક શ્રીસદ્દગુરૂની સમક્ષ શ્રાવકનાં બારવ્રતવા જેટલી શકિત હોય તેટલાં વ્રત ઉરચરવાં. શ્રીસશુરૂ પાસે વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવી જોઈએ. સંસારસમુદ્રની પેલી પાર ઉતારનાર શ્રી ગુરૂ નાવ સમાન જાણું અહર્નિશ તેમનું અવલંબન કરવું. ગુરૂની શ્રદ્ધાભકિતવાળું ભકતનું હૃદય ગુરૂનાં હદયમાં રહેલાં તને ભકિતયેગે ગ્રહણ કરે છે. પુસ્તકે વાંચીને કેટલાક ભવ્ય જ્ઞાન ગ્રહણ કરવાનું ધારે છે, પણ ગુરૂના હૃદયમાંથી જે જ્ઞાન લેવામાં આવે છે તે ઘણું પુસ્તક વાંચ્યાથી પણ મળી શકતું નથી. ગુરૂરાજ જ્ઞાન, ચારિત્ર વિગેરે અનંતગણોની સન્મુખ ભકતના આત્માને કરી શકે છે. કેટલાક અંધશ્રદ્ધાળુમતવાદી દષ્ટિરાગી છે. મુનિરાજને મૂળ ગુરૂ કહી ઉથાપે છે તે પણ સમજતા નથી કે મુનિરાજતે કૂળગુરૂ છે જ નહીં. મુનિરાજને કૂળ ગુરૂ કહી તેમની સંગતથી દૂર રહેનારા છ મુનિ ગુરૂ પાસેથી સમકિત પામી શકતા નથી, આત્મશ્રેયસાધકે જે For Private And Personal Use Only