________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 140 બેઠા અને તેના ચલાવનારની આજ્ઞા ન માનવામાં આવે તે શુભ પરિણામ આવતું નથી, તેમ શ્રી સદગુરૂની આજ્ઞાને ભક્તિમાં કાયાને ન પ્રવર્તાવવામાં આવે તે કમની નિર્જરા થતી નથી અને આત્મશક્તિ પણ ખીલતી નથી. કાયાથી ભક્તિ કરતાં મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. કાયાથી ગુરૂનું પ્રસંગાનુસારે વિયાવૃત્ય કરવા ચુકવું નહીં, વિયાવચ્ચનું ફળ કદી નાશ પામતું નથી, વૈયાવ૨ચ ગુણુ અપડી વાઈ, એમ મહાત્મા કહે છે. એ કાસણુ કરવા બેઠા હોઈએ અને ગુરૂરાજ આવે તે ઉભા થવાનું છે. કહે શ્રીસદગુરૂનું શાસ્ત્રકારોએ કેટલું બહુમાન વર્ણવ્યું છે. ગુરૂનું બહુ માન કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મ ખરે છે અને તેથી ગુરૂ ઉપદેશ આપે છે કે ત્વરિત હદયમાં ઠસે છે. જ્યારે જ્યારે ગુરૂને કંઈ પણ પૂછવું હોય ત્યારે બે હાથ જોડી વંદન કરી પૂછવું, પ્રત્યક્ષ સગુરૂની આગળ મિત્ર, સ્ત્રી, પુત્ર, રાજા, નૃપતિ, ચક્રવતિ દેવતા, દેવેન્દ્રને પણ પ્રેમી ગણે નહીં. તેમ હિતકારક ગણે નહીં, કારણ કે કઈ પણ સારૂ સમાન ઉપકાર કરનાર જગતમાં નથી. કહ્યું છે કે વ. सद्गुरु सदृशः कोऽपि नोपकारी महीतले, मनोवाक्काय योगेन कार्याक्तिगुरोः शुभा // 1 // આ પ્રમાણે મન, વચન અને કાયાથી ગુરૂની ભક્તિ કરવી જોઈએ. હવે એથી ભક્તિનું સ્વરૂપ કહે છે. સદગુરૂજીને વસ્ત્ર વહરાવવાં, પાત્ર વહેરાવવું. આહાર પાણુંથી ગુરૂની ભક્તિ કરવી, શ્રી સદગુરૂને બનતા પ્રયાસે વહેરાવીને ખાવું જોઈએ. શ્રી સશુરૂનું શરીર વ્યાધિયુક્ત હોય તે અનેક પ્રકારના ઔષધના ઉપચારથી નિગી શરીર કરવું. એક For Private And Personal Use Only