________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 138 ચ છે પણ સર્વને હેતે નથી, સાધુને વાંદવું જોઈએ, શાસ્ત્રમાં તે લખ્યું છે કે, નવકાર વિગેરે પણ ગુરૂ પાસે ઉપધાન નામની ગક્રિયા કરીને ભણે, ત્યારે સમજે કે, ગૃહસ્થ ક્યાંથી ગુરૂ હેય,? જેનશાત્રમાં ત્યાગીને ગુરૂ માન્યા છે, સાધુના વેષ અને આચાર હોય તેને જ વંદન કરવું ઘટે છે. સમક્તિદાયક છીંડી માર્ગની રીતિથી કદાપિ ગૃહસ્થ હોય તે પણ તેને સાધુની પેઠે વંદન કરાય નહિ, આવી શ્રીવીરપ્રભુની વાણુનું શ્રદ્ધાન કરતાં સરૂ મુનિરાજને અપૂર્વ ઉપકાર માલુમ પડે છે, ત્યારે શિષ્યએ તેમની અને વશ્ય ભક્તિ કરવી જોઈએ. ભક્તિના ચાર પ્રકાર છે, માનસિક ભક્તિ, વાચિક ભક્તિ કાયિક ભક્તિ અને વસ્ત્ર પાત્રોષધ પુસ્તકાદિકથી ભકિત, આ ચાર ભકિતમાં માનસિક ભક્તિની શ્રેષ્ઠતા બતાવી છે, ગુરૂના ગુણનું સ્મરણ કરવું, ગુરૂની ખરા અંતઃકરણથી સ્તુતિ કરવી, ગુરૂપ્રતિ પ્રેમ ભાવ રાખવો, ગુરૂ વ્યક્તિનું હદયમાં ધારણ કરવું, ગુદર્શનની પુનઃ પુનઃ અભિલાષા કરવી, ગુરૂની આજ્ઞાએ હૃદયમાં ધારણ કરવી, મહાઉપકારી ગુરૂને જાણવા વિગેરે મનમાં ગુરૂ સંબંધી ભક્તિના જે જે વિચાર કરવા તે સર્વને માનસિક ભકિતમાં સમાવેશ થાય છે. ગુરૂવર્ય ઠપકો આપે, શિક્ષા કરે તે પણ મનમાં અપ્રીતિ ધારણ કરવી નહીં, તેમજ ગુરૂના મંદ બુદ્ધિથી દેશે ભાસે તે પણ દેષને વિચાર મનમાં કરવો નહીં, સદ્ગુણ હષ્ટિથી ગુરુ ઉપર ગમે તેવા સંગેમાં પણ પ્રેમભાવથી જેવું ઇત્યાદિ સર્વને માનસિક ભકિતમાં સમાવેશ થાય છે. માનસિક ભકિતથી પિતાને આત્માજ નિર્મલ બને છે. કારણકે મનમાં ઉત્પન્ન થએલી ઉચ્ચ ભાવના કર્મને ક્ષય કરે છે. અને જ્ઞાનને પ્રકાશ કરે છે, ગુરૂની ભકિતથી હદય શુદ્ધ બને છે અને સદગુરૂ જે જે ઉપદેશ આપે છે તે હદયમાં સદાકાલ વાસ કરે છે. ગરીબ અને રાજા તેમજ દેવતા વિગેરે સર્વથી આવી ગુરૂ સંબંધી For Private And Personal Use Only