________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 126 થાય છે, ઐકયતા વધવા બદલે ટુટે છે અને મહાન ઉભા થાય છે, આ બધું અનુભવમાં આવવા છતાં જે આ પણથી નિંદા ન છેડાય તે પછી આપણામાં અને, ચાર પગવાલાઓમાં શું ફરક? માટે નિંદાવચન, ક્રોધસ્વભાવ, વિષયવિકાર, આદી ભાતૃભાવને નુકસાન કરનાર જે કંઈ હોય તેને સત્વર દૂર કરવાં જોઈએ. સાદી જીંદગી, સરળ છંદગી, એ એક મોટામાં મેમ ભાતૃભાવ વધારનારી ચાવી છે, દરેક જી વિષયતૃષ્ણામાંજ મુંઝાયા છે. મેઝશેખ તેમને જ પરણી છે, પુગલીક અનેક વિકારોમાં આશક્ત થઈ રહ્યા છે. અહા, આ સ્થીતી શું ઉચ્ચ સ્થીતી પ્રાપ્ત કરાવે? નહી જ. વિષને રોધ કર તેજ આત્મા ઉપર અરધો જય મેળવ્યા બરાબર છે. વિષયવિકારેને વશ થવાથી કાર્ય અકાર્યનું ભાન રહેતું નથી અને કેધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રાગ, દ્વેષ, ઉત્પન્ન થાય છે. અસત્ય વચને બોલાય છે, અને અસત્યથી જ કેધ ઉત્પન્ન થાય છે અને આગળ કહ્યું તેમ કેધ દરેકે દરેક સુખને જડમુળથી ઉખેડી નાખે છે. દરેકમાં મન મુખ્ય છે અને તેથીજ મન કબજે રાખવા વિકારેને ઓછા કરવા જોઈએ, અને કમેકમે ત્યાગવા જોઈએ. ગુરૂસેવા, શ્રવણ, ધ્યાન, નિયમિત વાંચન, આદી શુભ સંજોગોમાં જ લક્ષ રિકવું જોઈએ અને તેમ કરી ક્ષમા શાન્તિ, સંતોષ, આદી ગુણે પ્રગટ કરવા જોઈએ. ઉત્તમ પવિત્ર અને નિયમિત ભેજન, પવિત્ર વસ્તુએને વપરાશ, એ મનના વિકારોને શાન્ત કરવામાં મુખ્ય છે. “અન્ન તેવે ઓડકાર” એ નકકી જ છે, જીવ બાળકપણે જન્મે છે ત્યારથી જ કઈ એજ શેખ અને વિકારે હેતા નથી. પણ માતાપિતાની, અને ઘણા સહવાસમાં આ વતા બીજા બંધુઓની રહેલી કરણી ઉપર મુખ્ય આધાર For Private And Personal Use Only