________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 117 ક લક્ષ આપે. વસ્તુ પાસે છે પણ કસ્તુરી મૃગની માફક આપણે બીજે શોધતા હેવાથી તે કેમ સાંપડે. જ્યાં સુધી તેનું ખરું સ્થાન જાણવા પ્રયત્ન થાય નહિ-સ્થાન જણાય નહિ ત્યાં સુધી સત્ય શાન્તી કેમ મળે.? પડતા દુઃખે માટે રૂદન કરે છે પણ ભીખારીઓ પાસે ભીખ માગવાને ઉદ્યમ કે નીવડે? દાતારે જ ભુખ ભાગી શકે, રાજા કે રંક, બાળક કે વૃદ્ધ, વિદ્વાન કે અજ્ઞાન, સ્ત્રી કે પુરૂષ, દરેક જ કલ્યાણ ઈચ્છે છે તે નકી જ છે. અને તે માટે માર્ગ એક જ છે “આત્મમાર્ગ, આત્મધર્મ જ છે.” ભવભીરૂ બંધુઓને આ માર્ગ તરતજ રૂચશે. અને અન્યને માટે તેઓનું હદય જ સાક્ષિ આપશે. સ્વાલ થશે કે, આત્મધર્મ ક્યાં છે? શું છે? માર્ગ કર્યો છે? ક્યાંથી જવું? બેશક, આ સર્વ વ્યાજબી પ્રશ્ન છે પણ અધીરા બનશે નહિ. છે તે નજીક પણ જેમ નાટકવાલાએ, પહેલો મુખ્ય પડદે જ્યાં સુધી ઉપાડતા નથી. ત્યાં સુધી આપણે નાટયગૃહમાં જવા છતાં ખેલ જોઈ શકતા નથી. તે રીતે આપણે જાણવું જોઈએ કે, આ દ્રષ્ટાંત આપણ ચરીત્ર માટે લાગુ પાડી આત્મમાર્ગના આવરણરૂપી અજ્ઞાનપદે ઉંચે કર્યા વિના-દુર કર્યા વિના આત્મમાર્ગ નહી જ જોઈ શકીએ. અને તેની અંદર રહેલા અનંત સુખમય ખેલે નહી જ જોઈ શકીએ. નાટયગૃહમાં પડદે ઉપડ્યું ન હોય, ખરી રીતે ટાઈમ પણ બાકી રહ્યો હોય છતાં સીટી વગાડી, પાટીઆ ઉપર ગદા મારી અનેક માથાકુટ કરી, જલદી ખેલ જેવા ઉતાવળા થઈ જાઓ છે, દ્રવ્ય પણ ખચો છે, જે જાગરા કરે છે, અને કદાચ બીજે દીવસે ઉજાગર કહાડવા વખત લેતાં કેટલુંક નુકશાન પણ ખમે છે. પણ શું કઈ દિવસ આત્મમાર્ગને પડદો ઉચે કરવા અને. For Private And Personal Use Only