________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 115 બળને નિઃસવ બનાવનાર ચિંતારૂપ રાક્ષસી છે. જે માણસ અધ્યાત્મમાર્ગમાં આગળ વધેલું હોય તેનું વદન નિરંતર આનંદથી પ્રપુલિત હેવું જોઈએ. આનંદની ખુમારી તેના મુખ પર પ્રકાશવી જોઈએ. ઘણા મનુષ્યો બહારથી હસવાને ડેળ રાખે છે, અને પિતે સુખી હોય એવું બાહ્યસ્વરૂપ રાખે છે, પણ તેમનું અંતર તપાસીએ તો આપણને જણાયા વગર નહિ રહે કે ચિંતારૂપી કીડે તેમનું હૃદય પ્રતિક્ષણે કેરી ખાય છે. પણ જે અધ્યાત્મમાર્ગને ખરે જાણકાર હોય છે તેને કર્મના નિયમમાં અને આત્માના આનંદમય, અને નિર્વિકારી સ્વરૂપમાં સંપૂર્ણ પ્રતીતિ હોય છે, અને તેથી પૂર્વકૃતકર્મને લીધે આવતા સુખદુઃખના પ્રસંગથી આત્માના આનંદમય સ્વભાવને અને આત્માની શાંતિને અડચણ આવવા દેતો નથી. - ત્રીજો માર્ગ આમાનું સ્થાન છે. આત્મા સ્વભાવે શાંત છે, આનંદમય છે, જ્ઞાનમય છે. હું તે આત્મા છું, એવું નિરતર ધ્યાન કરવું, અને મન બાદ્યવિષયમાં રખડતું હોય, તેને અભ્યાસથી આત્માપર સ્થિર કરવું. મન ચંચળ છે, અને ક્ષણે ક્ષણે ભટકવા માંડશે પણ તેને સ્થિર કાને અભ્યાસ કર જોઈએ, આ કામ બહુજ દુષ્કર છે, પણ તે થઈ શકે તેમ છે. પુર્વકાળમાં થઈ ગયેલા ઘણા તીર્થકરે તે કામ કરી શકયા છે, આચાર્યો પણ છેડે ઘણે અશે તે કાર્ય કરવા સમર્થ થયા હતા. આપણો આત્મા પણ સ્વરૂપમાં સત્તામાં તેમના આત્માની સમાન છે. માટે આપણે પણ તે આત્માનું ધ્યાન કરી શકીશું એ નિઃસંશય છે. તેને વાતે અમુક સમય પસંદ કરવું જોઈએ. દાખલા તરીકે પ્રાતઃકાળને સમય બહુઅનુકળ પડશે. તે સમયે મનને અંતર્મુખ વાળવું જોઈએ. આમ પ્રતિદિન પ્રયત્ન કરવાથી મન ધીમે ધીમે આત્મામાં રમતું થશે. આત્મિક શાંતિ અને આનંદને સહેજ અનુભવ થતાં બાહ્ય વિષ For Private And Personal Use Only