________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 114 ચગી સાધને છે. પણ જેમ ઘડાને મારી નહિ નાખતાં આપણે વશ કરીએ છીએ. કારણકે તેથી મન પણ બાહ્ય વિષમાં ભટકતું અટકશે અને શાંતિ પ્રાપ્ત કરશે. બીજે માર્ગ આપણું કર્તવ્ય બજાવ્યા પછી તે કાર્યફળની ઈચ્છાઓ તરફ બે દરકારી રાખવાનું છે. આ ઉપરથી આપણે એમ ન સમજવું કે આપણું કાર્યનું કામે તેવું ફળ આવે તે તરફ દુર્લક્ષ રાખવું. કાર્યનું ફળ તે જરૂર વિચારવું; કારણ કે ફળ ઉપરથી આપણને ઘણે અનુભવ મળે છે. કહેવાને ભાવાર્થ એ છે કે આપણે અમુક કાર્ય આપણે આપણી સંપૂર્ણ સમજશક્તિથી, અને શુદ્ધ આશયથી કરીએ પછી તેના ફળની દરકાર રાખવી જોઈએ નહિ, અને તેના ફળ સંબંધી ચિંતા કરવી જોઈએ નહિ. જે કાર્ય થયું તે ન થયું થવાનું નથી, અને ચિંતાથી અને ઉદ્વેગથી આપણને કાંઈ પણ લાભ મળતું નથી. જ્યારે પરિણામ આવે ત્યારે આગળ ઉપર આપણને લાભકારી થાય માટે તે ધ્યાનમાં રાખવું જોઈએ પણ ચિંતાને હૃદયમાં સ્થાન આપવું જોઈએ નહિ. તેમજ તે વખતે અત્યંતર હર્ષિત કે દીલગીર થવું નહિ. કારણકે તેથી આપણે આપણા હાલના કાર્યને વાસ્તે - ય બનીએ છીએ અને આપણું કર્તવ્ય બરાબર બજાવી શકતા નથી. હર્ષ કે શેકને વાસ્તે મનમાં જરા પણ સ્થાન મળવું જોઈએ. સારું પરિણામ આવે છે તે કાર્યમાં મંડયા રહેવું, પણ જે પરિણામ દુઃખકારી આવે તે આપણું ભૂલ આપણે શોધવી, અને ભૂલ ફરીથી ન થાય તે પ્રયત્ન કરે, આ રીતે કાર્યના ફળ તરફ ઉદાસીન ભાવ રાખ. વાથી આપણે આત્મશાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારશુકે પૂર્વકૃતકમ પ્રમાણે ફળ મળે છે, માટે હર્ષ શેક ધરે તે મિથ્યા છે; અને આત્મા તેથી તદન અલગ છે. આત્મશાંતિમાં આવી ચિંતાથી વિન્ન થવા દેવું નહિ. મનની શાંતિને નાશ કરનાર, શરીરબળ અને મને For Private And Personal Use Only