________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 108 કાળમાં દૂર ગયા પછીની આપણા મનની સ્થિતિમાં આ શમાન જમીન એટલે ફરક પડી જાય છે. આટલું વિવેચન એક મુદ્દે આપણી સન્મુખ ધરે છે. અને તે એ છે કે કાળમાં કે પ્રદેશમાં દૂર જવાથી આપણા મનની જે સ્થિતિ થાય છે, તે સ્થિતિ તેજ સમયે અને તેજ પ્રદેશમાં રાખી શકાય તે ખરીશાંતિ પ્રાપ્ત કરવાનું કાંઈક સાધન આપણને પ્રાપ્ત થયું એમ માની શકાય. તે વાતે મનને અંતમુંખ વાળતાં શિખવું જોઈએ. કારણ કે મનની શાંતિ રાખવાને દરેક પ્રસંગે તીર્થયાત્રાએ કે શાંત સ્થળમાં જવાનું બની શકે નહિ, પણ મનને અંતર્મુખ વાળવાનું કામ તે દરેક માણસ કરી શકે તેમ છે. આપણે સંજોગોને આધીન થવું નહિ, પણ સંજોગોને આપણા આધીન કરવા મથવું જોઈએ, સંજોગ બદલાય, પણ આપણે આપણું મન ઉપરને નિગ્રહ છે જોઈએ નહિ. જે કે મન વશ કરવું એ કામ સુગમ નથી, પણ મન વશ કરવામાંજ શાંતિને માર્ગ રહે છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ બેટીજી; પણ કહે સાધ્યું તે નવિ માનું એ વાત છે મેટીજી” એ આનંદઘનજી મહારાજનું વાકય પણ આપણને મનસંયમની દુષ્કરતા બતાવે છે. છતાં મન વશ કરી શકાય છે. તેને વાતે બે માર્ગ છે; અભ્યાસ અને વૈરાગ્ય. તે શબ્દો ઉપર વિવેચન કરવાને અત્રે અવકાશ નથી. શું આ જગતમાં ત્યારે સુખ નહિ જ મળે? શું આ જગતમાં શાંતિનું સ્થળ શોધવાને આપણે પ્રયાસ નિરર્થક જ નીવડશે? આ બાબતને આપણે નિર્ણય કરી શકીએ તે સારૂ એકટુંકું દ્રષ્ટાન્ત હું આપસન્મુખ રજુ કરું છું. કવિ ગોલ્ડ મીથને પ્રયાસ પણ આ જગતમાં શાંતિનું સ્થળ શોધવાને હતું કે જ્યાં જઈને રહેવાથી પરમશાંતિને લાભ મેળવી શકાય. તે વાતે તે યુરોપના આલસ નામના એક ઉચ્ચ પર્વત ચઢ, અને ત્યાંથી આખા યુરોપ પર તેણે For Private And Personal Use Only