________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 107 હશે તે જોઈ આપણે આશ્ચર્ય પામીએ છીએ. આ જીદગીના વિકટમાં વિકટ અને અસહ્ય દુ:ખભર્યો પ્રસગે પણ અત્યારે આપણને તદ્દન નજીવા ભાસે છે; અને તેને વિચાર આપણને શેક ઉપજાવતા નથી. દાખલા તરીકે આપણું જીવન કેઈ એક અન્ય પુરૂષ સાથે સંકળાયેલું હતું. અને આ જગતમાં આનંદ આપનારું સર્વસ્વ તે પ્રેમ પાત્રમાં આવી વસ્યું હોય એમ આપણને તે સમયે ભાસતું હતું. પણ તે પ્રેમપાત્રને દૈવયોગે નાશ થતાં, અથવા તે પ્રેમપાત્ર કૃતની નીવડતાં આપણી જીંદગી ખારી બની હતી, અને જગત્ શૂન્યકારમય ભાસતું હતું અને હવે જીવવું તે મિથ્યા છે, એમ તે સમયે લાગતું હતું પણ વખત જતાં તે અસહ્યકારી ઘા રૂઝાય છે, અને તેને સાટે નવાં આનંદ આપનારાં સુપુ ખીલી નીકળે છે, અને અત્યારે તેના તે હદયને ચિરી નાખે તેવા પ્રસંગને વિચાર જરા પણ કંપારી વિના, બેધડક આપણે કરી શકીએ છીએ. અથવા એક અપ્રિય કે કટુ શબ્દ બોલી કેઈ મિત્ર સાથેને લાંબા સમયને સંબંધ તો હોય, હવે દશમ્મર વર્ષ પછી તે જ સમયને વિચાર કરતાં આપણે તે વખતને કેાધ અને ઉકેરણું કેવાં અસ્થાને હતાં, તે હવે જણાઈ આવે છે. અથવા અમુક બાબતમાં અતિશય પ્રયાસને અંતે ફતેહ મળતાં આપણને હદપાર આનંદ અને સંતોષ થયે હેય. અત્યારે તેને વિચાર કરતાં તે ફતેહ કેટલી નજીવી હતી અને તે ફતેહને આપણે કેવું મોટું સ્વરૂપ આપી દીધું હતું. તે વખતે આપણું સર્વ માનસિક આકાશ તે વિચારથી છવાયેલું ‘ભાસતું હતું પણ અત્યારે વિચાર કરતાં તે જ બનાવ આપણા માનસિક આકાશમાં એક બિન્દુરૂપ ભાસે છે. આ પ્રમાણે પ્રદેશ કે કાળમાં દૂર જતાં બનાવાના ખરા સ્વરૂપની ઝાંખી થાય છે, અને તે બનાવે બનવા પામ્યા, તે વખતની આપણું મનની સ્થિતિ, અને પ્રદેશ કે For Private And Personal Use Only