________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 106 શાંતિથી ભરેલા વાતાવરણમાં બેસી તે જગને વિચાર કરે તે જગની મેટાઈ, કીર્તિ, ઉશ્કેરણ, ધમાલ, અને સ્વાર્થને લીધે થતા અનેક અપરાધે, આ સર્વ કેવું સ્વરૂપ ધારણ કરે છે? તે વખતે તે વિચારે છે કે અમુક નજીવા કજીયામાં આપણે વિજય પામ્યા કે હાર ખાધી તે શું થયું? કેઈ માણસે આપણે પ્રશંસા કરી કે કેઈએ આપણું નિન્દા કરી તે તેમાં શું થઈ ગયું? કઈ માણસ એક શબ્દ ઉછાંછળે બેલી ગાયે તે તેથી મને શું ઘા પડી ગયા? આ પ્રમાણે ધમાચકના સમુદ્રમાંથી દૂર કિનારે ઉભા રહેવાથી, આપણને સમુદ્રમાં થતા ઉછાળા અને તેફાનનું ખરું સ્વરૂ૫ હાથ લાગે છે, અને માણસના ખરા આત્મિક જીવનમાં આવી બાબતે કેટલી બધી નિર્જીવ છે, તેને પ્રથમજ આપણને એગ્ય ખ્યાલ આવે છે. તીર્થયાત્રાના બીજા અનેક લાભેની સાથે આ પણ એક ઉત્તમ લાભ તેના ભક્ત ઉપરપ્રમાણે વિચાર કરી મેળવી શકે. જેમ આ પ્રમાણે પ્રદેશમાં દર જતાં જગતના યથાર્થ સ્વરૂપને કાંઈક ભાસથતે જણાય છે, તે જ પ્રમાણે જે આપણે કાળમાં દૂર જઈએ તે તેને વિશેષ ખ્યાલ આવી શકે છે. જે વખતે અને જે જગ્યાએ બનાવ બનતું હોય, તે વખતે આપણે તેમાં ભાગ લેનારા હેવાથી, તે બનાવ વિષે આપણે નિષ્પક્ષપાત અભિપ્રાય બાંધી શકતા નથી. અને આપણું ખરા આત્મિક જીવનમાં તે બનાવ કેટલે માટે કે નછ ભાગ ધરાવે છે, તેને આપણને તે સમયે ગ્ય ખ્યાલ આવી શકતા નથી, પણ કાળ જતાં આ કામ બહુ સુગમ થઈ જાય છે. દશબાર વર્ષ વીતી ગયા પછી આપણે તે સમયનું. સિંહાવકન કરીએ અને આપણા આનંદના પ્રસંગે, આશાઓ, કસેટીઓ, નિરાશાઓ, અને દુઃખ ભય સંજોગોને અત્યારે વિચાર કરીએ તે કેટલીક નવી બાબતો પર આપણે એટલી બધી શક્તિ શાસારૂ ગુમાવી For Private And Personal Use Only