________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 105 પામતા પરપોટા સમાન લેખે છે. કારણકે તેમને મન આ જંદગી એજ સર્વસ્વ નથી. આ જીંદગીને તેઓ અનંત છંદગીના એક ભાગરૂપ માને છે, અને તેથી આ સર્વને વાસ્તે કરવામાં આવતી અદેખાઈ, મારામારી, દ્વેષ, અને કલહ અયોગ્ય છે, એમ તેઓને જણાય છે. ત્યારે હવે શાંતિ કયાં શેધવી! શું આ જગત આપણને શાંતિ નહિ આપી શકે ? આ પ્રશ્નનો ઉત્તર વિચારવા બહુ પ્રયાસ કરવું પડે તેમ નથી. સહેજ પણ વિચાર કરનારને તેને ખુલાસો મળી શકવાને સંભવ છે. આ જગતની હાડમારી, કલેશ, કંકાસ, ઈર્ષ્યા અને સ્વાર્થમાં કેટલેક વખત પસાર કર્યા પછી, જે આપણે શત્રુંજય કે ગિરનાર કે સમેતશિખર જેવા પવિત્ર અને શાંત સ્થળ ભણી જઈએ, અને ત્યાંની સ્વાભાવિક શાંતતાને આસ્વાદ લેઈએ અને તે શાંત પ્રદેશમાં જગતની સર્વ ખટપટને ત્યાગ કરી, મનને અંતર્મુખ કરી જગત્ સંબંધી વિચાર કરીએ, તો જગત આપણને તદન જુદુંજ ભાસ્યા વિના રહેશે નહિ. કારણ કે ત્યાં પર્વતના એકાન્ત વાસમાં કુદરતીસુષ્ટિના અવાજે પણ શાંતિમાં વિનકર્તા થતા નથી, પણ શાંતિમાં એર પ્રકારને ઉમેરે કરે છે. નદીનું પાણી ખરખર ચાલ્યું જતું હોય, હરણીયાં દોડતાં હોય, અને તેમના પગલે કચરાવાથી પાંદડાને ખખડાટ થતું હોય, બતકે પાણીમાંથી નદી કિનારે અને નદી કિનારેથી જળમાં કુદકા મારી રહી હોય, નાનાં નાનાં પક્ષીઓને મધુર રવ કણને આનંદ આપતે હોય, પ્રાતઃકાળને સમય હેય, સૂર્ય અધે ઉગેલે જણાતે હેય. અને પૂર્વ દિશાને વિવિધ રંગોથી ભરી દીધી હેય,આ વગેરે અનેક સૃષ્ટિના મનહર અને શાંતિ ઉપજાવનારા દેખાવમાં જગની જે જાળથી દૂર આવે તે માણસ કુદરતી શાંતિ અનુભવે છે, તેનું મન ઉદ્વેગરહિત અને પ્રપુંલિત બને છે. આવી For Private And Personal Use Only