________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 104 જરૂર છે, પણ તે પ્રાપ્ત કરવાને લેવામાં આવતા અગ્ય ઉપાયે ત્યાજ્ય છે. દેહાધ્યાસ એટલે બધે થયેલું છે કે દેહ એજ સર્વસ્વ છે, અને તેથી દેહને સુખ મળે તેવા ઉપાયે જવામાંજ માણસના પુરૂષાર્થની સીમા આવી જતી હોય એમ તેમને લાગે છે તે તેમના દષ્ટિબિન્દુથી ખોટું ગણાય નહિ. અને તેથીજ કરીને જે માણસ આખી જંદગી સુધી પ્રયાસ કરી પોતાનું ચારિત્ર ઉત્તમ બનાવે અથવા જે માણસ અમુક ઉચ્ચ ભાવના–જેને સામાન્ય મનુષ્યને તે ખ્યાલ પણ આવી ન શકે તે–ને સિદ્ધ કરવાને પિતાના સર્વસ્વ ત્યાગ કરે, અથવા જે મનુષ્ય આ જગતમાં એવાં કાર્યોનાં બીજ રોપે કે જેનાં ફળ તે માણસના મરણ પછી ખીલી આવે, તેવા મનુષ્ય તરફ આ જગતના માણસે બેદરકારીથી જુએ છે, અને તેવા મનુષ્યને હિસાબમાં પણ ગણતા નથી; કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે આ જગત તેમને મન સર્વસ્વ છે. જો કે પુનર્જન્મ છે, કર્મ છે, કર્મના નિયમ પ્રમાણે માણસને પોતે કરેલાં કર્મના આધારે સુખદુખ ભેગવવાં પડશે, આમ સર્વ કેઈ લે છે, મુખેથી ઉચ્ચારે છે, પણ હૃદયમાં તેવાં વાકયોની અસર થઈ હેય, એમ તેમના વર્તન પરથી જણાતું નથીપ્રાચીન ચીનના તત્ત્વવેત્તાના શબ્દોમાં કહીએ તે આ જમાનાનું સ્વરૂપ એકજ વાકયમાં સમાવી શકાય; અને તે વાક્ય એ છે કે " તેણે ઇંડા તરફ નજર કરી અને તેજ વખતે તે બોલે એમ ઈચ્છયું " આ ઉપરથી આપણને જણાય છે કે ઘણે ભાગે માણસની પ્રવૃત્તિ સમાજમાં માનતિષ્ઠા મેળવવા, અથવા વ્યાપારમાં આગળ આવવા, કે રા જ્યમાં સન્માન પ્રાપ્ત કરવાને વાસ્તે થાય છે, પણ એવા પણ કેટલાક મનુષ્ય આ જગતમાં વિદ્યમાન છે કે-જે કે તેવા મનુષ્ય મુકાબલે બહુ થોડા હશે-કે જેઓ આ સર્વ બાબતેને સમુદ્રમાં ઉત્પન્ન થતા અને બીજી ક્ષણે નાશ For Private And Personal Use Only