________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 103 બંધુઓ ! શાંતિનું સ્થળ કયાં છે? એવું કયું સ્થળ છે કે જ્યાં જવાથી આપણે પરમશાંતિ પ્રાપ્ત કરી શકીએ ! આ વિશ્વમાં એ કર્યો પ્રદેશ છે કે જે પ્રદેશ આપણને ઉત્તમોત્તમ શાંતિ આપી શકે? આ પ્રશ્ન આજે આપણે વિચારવાનું છે. સગૃહસ્થ ! આપણે તે પ્રશ્ન ઉપર સંપૂર્ણ વિચાર ચલાવીએ તે પહેલાં હાલના સમયતરફ જરા સૂમ નજર કરવાની આપને હું વિનંતી કરું છું. મારી સાથે તમે વિચારપ્રદેશમાં ચાલે, અને હું તમને હાલના સમયનું ટુંક વખતમાં સંપૂર્ણ અવકન કરાવવા બનતે પ્રયત્ન કરીશ. હાલના સમય મારામારી, ઉતાવળ, દેડાડ અને ધમાલને છે. મને સમય નથી, એ બહાનું મનુષ્યના મુખમાં સામાન્ય થઈ પડયું છે. પુસ્તકો વાંચવાનું કામ તે પુસ્તક ઉપર અપાયેલે અભિપ્રાય વાંચીને આપણે ચલાવીએ છીએ. વર્તમાનપત્રામાં આવેલા મુખ્ય લેખ ( leaders ) વાંચી કઈ પણ વસ્તુ ઉપર આપણે અભિપ્રાય બાંધીએ છીએ. અને ધર્મ ગ્રન્થ વાંચવાની ગરજ તે ગ્રન્થ ઉપરના ભાષણ વાંચવાથી સરતી હોય એમ જણાય છે. જે કામનું પરિણામ તરત આવે, અને જે કામમાં ફતેહ મળે, તેવાં કાર્ય કરવા સર્વ કોઈ દેરાય છે. કે જેથી વાહવાહ બેલે કે માન આપે, તે કાર્ય કરવા માણસની પ્રવૃત્તિ વિશેષ થતી જાય છે. કારણકે જે કે ખુલ્લા શબ્દમાં કબુલ કરતાં ઘણા પુરૂષે અચકાશે, છતાં તેમના અંતઃકરણને પુછીશું તે આપણને જણાશે કે આ જીંદગી એજ સર્વસ્વ છે, એમ તેમને ભાસે છે. ગમે તેવા ઉપાયને આશ્રય લેતાં, જે ધન સંપાદન થાય કે કીત મળે, તે તે કામ વધારે મહત્વનું ગણાય છે. કારણ કે કીર્તિદેવી પણ ધનને પૂજે છે. આ ઉપરથી મારે કહેવાને ભાવાર્થ એમ નથી કે ધન બેટું છે, કારણકે તેની તે આ જગતના વ્યવહાર For Private And Personal Use Only