________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 101 તે કાઉસગ્નની વિધિ કાયાને સ્થીર કરીને ચિત્તની ચંચલતા દૂર નિવારીને એટલે મનને ઠેકાણે વશ રાખીને, વચન ભેગના વ્યાપારને ત્યાગ કરીને આત્મારામમાં રમણ કરવા માટે યથાગ્ય શ્વાસોશ્વાસના પ્રમાણમાં સોળ આગાર વગર સર્વ શરીરસંબંધી વ્યાપાર ત્યાગ કરવારૂપ છે, એવું પાંચમું આવશ્યક પંચમીગતિ જે મક્ષ તેને દેવાવાળું હવાથી જે શુદ્ધમને આરાધે તે ભવસાગરને તરી પાર પામે છે, હવે છેલ્લું પ્રત્યાખ્યાન પચ્ચખાણ નામે છડું આવશ્યક અવશ્ય ગુરૂસમીપે કરવાગ્ય છે અને તે મુક્તિનું હેતુ છે, તેમાં આહારની લાલચ ત્યાગ કરવાનું કહ્યું છે. માટે ચતુરજનેએ ચિત્તને ચેતાવવું જોઈએ; સાલ (શલ્ય) કાઢ્યું, ત્રણ (ચાઠું) રૂઝવ્યું, અને તેનાથી વેદના દૂર ગઈ પછી ભલા એવા પચ્ચ ભેજનથી જેમ શરીરનું નૂર વધે છે તેમ પડિકમણાથી શલ્ય ગયું, કાઉસગ્ગથી ત્રણ રૂઝવ્યું પણ પચ્ચખાણરૂપ ગુણને ધારણ કરવાથી ધર્મ રૂપી દેહ અતિ પુષ્ટતાને પામે છે. એનાથી કર્મરૂપી કાદવ ટળે છે, અને તે સંવરરૂપ હેવાથી અવિરતિકુવામાં પડતા પ્રાણિઓને ઉધરે છે અને તેનું ખરું સ્વરૂપ નિષ્કલંકભાવ તપોમય છે અને તે નિઃસ્પૃહતા વડે દિસિવંત થાય છે તેવા તપના પ્રભાવે વિશલ્યા નામની સ્ત્રીનું હરણ જળ સમસ્ત વિકારને દૂર કરતું સાંભળ્યું છે તે સત્ય છે, વળી તે વિશલ્યાના તપ તેજપ્રભાવે રાવણના શક્તિશસ્ત્રાવડે મરણપથારીએ પડેલા લક્ષમણુનું શરીર તે માત્ર વિશલ્યાના હાથ અડકતાં તંદુરસ્ત શક્તિમાન થયું અનેક મહામ્યવાળું થયુ. એવા અનેકમહામ્યવાળું પચ્ચખાણ નામે છઠું આવશ્યક સમજી આદરવું. આ પ્રકારનાં છ આવશ્યક પ્રરૂપનાર ત્રિભુવનભાનુ લેકલેક પ્રકાશક સર્વજ્ઞ ભગવાન અષ્ટાદશ દોષરહિત ચેત્રીસ અતિશયવંત For Private And Personal Use Only