________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 100 ક્ષુઓએ તથા પ્રકારે ગુરૂના સદૂભાવે આ વંદન આવશ્યકક્રિયામાં ઉજમાળ ચિત્ત અત્યાદર કર એગ્ય છે, કારણ કે શ્રી જિનશાસન જૈનધર્મ તેનું મૂળ જુઓ તે વિનય એ પ્રથમ જણાશે અને તે વિનય સત્ ગુણવંતની ભક્તિથી થતે દેખાય છે, માટે એ અવશ્ય ઉપાદેય છે. હવે શું પડિકમણ”–પ્રતિકમણ આવશ્યક છે તેમાં શ્રી તીર્થકર ભગવંતે પ્રરૂપેલા પાંચે આચારમાં લાગતા અતિચારાદિ દોષ માટે પશ્ચાત્તાપાદિ આલેચનાથી ત્રણે ચેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું ઉચિત છે. તેથી પવિત્ર ચારિત્ર પમાય છે, અતિચાર એ પણ શક્ય છે તે ગોપવવા એટલે પિતાના દેષને રખે કઈ જોઈ લે મને દોષી ગણશે એવી બીક કે પ્રમાદથી ઢાંકવા તે “માછીમલ્લની” પેરે પરિહાસને પાત્ર છે. માટે સદ્દગુરૂ સમીપે દેષનું પ્રકાશ કરવું તે વિશુદ્ધભાવનું કારણ છે, અને તેમ કરનાર ભવ્ય પ્રાણી કર્મયોદ્ધાઓ સાથે લઢતાં છતાં પણ કદી પરાજય પામતા નથી, માટે અતિચાર પડિટકમીને નિઃશલ્ય થઈ ધર્મ આચરણ કરવી, તે તેથી “áહિમટ્યુની” પેઠે આ જગતમાં જયપતાકા મેળવી શકાય છે, અને તે છે આવ શ્યક, પ્રતિક્રમણવિધિમાં વંદિતુલસિદ્ધ એ આદિ સૂત્રથી પ્રતિક્રમણ નામનું ચેાથું આવશ્યક કરી શકાય છે અને તેના યથાર્થભાવના જ્ઞાને વાસિત આત્માઓ પરમ પવિત્ર ગણાય છે. માટે તે સેવ્ય છે. હવે પાંચમુ કાઉસગ્ગ-(કાયોત્સર્ગ) એ નામના આવશ્યક માટે સમજવાનું કે જેમ વિચક્ષણ વિદ્ય પ્રથમ શલ્ય હોય તેને દૂર કરે છે, પછી ત્રણ (ચાંદું) રૂઝવવાને ઓષધરૂપ ઉપચાર કરે છે તેમ અતિચારેષરૂપ જે ત્રણ તેને રૂઝવવા માટે આ ઔષધ, ઉપચાર રૂપ આ કા ત્સર્ગ, કાઉસગ્ગ કરાય છે, તેનાથી સંયમ પ્રપુલ્લિત થાય છે, અને તેમાં કોઈ પ્રકારનું દુષણ રહી શકતું નથી, For Private And Personal Use Only