________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) હિ જાણનાર બંને ઉડી નદીમાં પડતું મૂકે. તેમાં બને મરણ પામે; પણ તરવું જાણનાર નદી તરીને જીવી શ. કે. એકદમ કઈ દુ:ખના માર્યા જાણકારે નદીમાં પડનું મૂકયું; પણ પડતાં પડતાં વિચાર બદલાવાથી તરવા લાગી, બહાર નીકળે પણ અજાણને તે તરતાં આવડતું નથી તેથી જીવવાની ઘણી આશા હોય તો પણ ડુબીમરે, ભાગ્ય ચગે કોઈ કાઢનાર મળે તે કદાપિ જીવી શકે. આ ઠેકાણે અજાણ કોને કહે કે બિલકુલ હિતકારક અગર અહિતકારક વસ્તુનું સ્વરૂપ જાણે નહિ તે લઈ શકાય, અજાણમાં પહેલું તે એટલું સમજવાનું કે જેટલું અજાણપણું તેટલું જ જ્ઞાનાવણ્ય કર્મ તેને લાગ્યું છે તે બીજે દોષ લાગે તેમાં શી નવાઈ.
પ્રશ્ન–જાણે છે કે આ સંસાર અસાર છે છતાં સંરારને ત્યાગ કરી શકે નહીં તે જાણ પણું શા કામનું ?
ઉત્તર–હે ભવ્ય ! સાંભળ. કેટલાક જીવ સંસાર સ્વરૂપ અસાર જાણે છે અને તેને ત્યાગ કરી દિક્ષા ગ્રહણ કરે છે. કેટલાક જીવ સંસાર અસાર જાણે છે છતાં કર્મના ઉદયથી દિક્ષા ગ્રહણ કરી શકતા નથી. કેટલાક ઇવ સંસાર અસાર જાણતા નથી અને તેને ત્યાગ કરી શકતા નથી. અને કેટલાક જીવ સંસાર વરૂ અને અસાર પહેલું દ્રષ્ટાંતઃ સંસાર અસાર જાણે છે અને તેને ત્યાગ કરે છે. જાણતા નથી એવા જંબુ ૨વામી વીસ્વામી ઇત્યાદિ જાણવા,
www.kobatirth.org
For Private And Personal Use Only