________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦] કષાયથી રહિત થઈશ ત્યારે જ તારૂં ભવભ્રમણ મટશે માટે તને જે ઉચિત લાગે તેનું આચારણ કર. ૨૩૩.
प्रवर्तते यदा चित्तं, रागद्वेषविनिर्गतम् । तदाऽऽत्मा प्रभुरूपोऽस्ति, निर्मोह स्वं मनःकुरु ॥२३४॥
જ્યારે ચિત્ત રાગદ્વેષથી દૂર થઈ આત્મ-સ્વરૂપની અવગાહનામાં પ્રવૃત્તિ કરે છે ત્યારે સ્વયં પ્રભુ સમાન થાય છે. તેથી હે ભવ્યાત્મન્ ! તું મનને મોહથી રહિત કર જેથી સાચા સુખને ભક્તા બની શકે. ૨૩૪.
स्वर्गः श्वभ्रं च जीवोऽस्ति, शुभाशुभविचारतः। शुभाशुभमनोमुक्त, आत्मैव परमेश्वरः ॥२३५॥
શુભ કે અશુભ વિચારોને કારણે જીવ સ્વર્ગને યોગ્ય કે નરકને એગ્ય બને છે. જ્યારે આત્મા શુભ અને અશુભ બને પ્રકારના મનથી–વિચારેથી રહિત બને છે ત્યારે આત્મા જ પરમેશ્વરરૂપ બને છે. ૨૩૫. स्वार्थेन सर्वसम्बन्धा, बध्यन्ते सर्वदेहिभिः । स्वार्थ विना न सम्बन्धः, केनापि भुवि बध्यते ॥२३६॥
હે ભવ્યાત્મન્ ! સંસારમાં ભાઈ–બહેન, માતા-પિતા, પુત્રમિત્ર, સ્ત્રી આદિ સર્વ સમ્બન્ધો સ્વાર્થને લીધે જ બંધાય છે. સ્વાર્થના અભાવે સંસારમાં કેઈન કેઈની સાથે સંબન્ધ રહેતું નથી. ૨૩૬.
स्वार्थ विना न जीवानां, रागोऽस्ति न प्रवर्तनम् । आत्मनो मुक्तये कर्म,-परमार्थं च तत्स्मृतम् ॥२३७॥
For Private And Personal Use Only