________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૭] आत्मज्ञानं हि विश्वस्थ,-लोकानां शान्तिकारणम् । आत्मज्ञानं हि लोकानां, पूर्णानन्दमदायकम् ॥२३०॥
આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન જ સંસારના પ્રાણિઓને પરમશાન્તિનું કારણ છે. અને આત્મજ્ઞાન જ લેકેને પૂર્ણ આનંદ આપવાવાળું છે. ૨૩૦
आत्मज्ञानं हि सर्वांसां, शक्तीनां मूलकारणम् । आत्मज्ञानं विना सत्य-स्थैर्य कस्यापि नो भवेत् ॥२३॥ આત્મજ્ઞાન જ સમગ્ર શક્તિઓનું મૂલ કારણ છે. આત્માના યથાર્થ જ્ઞાન વિના સત્યમાં સ્થિરતા પણ કેઈની થતી નથી. મતલબ કે આત્મ-સમાધિ પ્રાપ્ત થતી નથી. ૨૩૧
मन एवाऽस्ति संसारो, मनो भवस्य कारणम् । आत्मायत्तं मनः स्वर्ग, मोक्षं च विद्धि मानव ॥२३२॥ મન એજ સંસાર છે. મનના સંકલ્પ-વિકલ્પમય રાગલેષમય પરિણામોથી જીવ નવનવા કર્મો બાંધે છે અને તેથી મન એજ સંસારનું કારણ છે. હે મનુષ! જેણે મનને પોતાના આધીન કર્યું છે તેને સ્વર્ગ અને મોક્ષ થયેલો જ છે, એમ સમજ, ૨૩૨.
रागादिवासितं चित्तं, यावत्तव प्रवर्तते । तावत्संसार एवास्ति, यद्योग्यं तत्समाचर ॥२३३॥
જ્યાં સુધી રાગ-દ્વેષ આદિ કષાયથી યુક્ત તારૂં ચિત્ત છે, ત્યાં સુધી તારે સંસાર વધતું જ રહેવાનું છે. જયારે આ
For Private And Personal Use Only