________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૬ ] તે જરા તપાસ કરજે. તે અધ્યાત્મજ્ઞાની–ગીઓ તે ઉન્મત્ત ભાવને પામેલા હોવાથી બાહ્ય દષ્ટિએ ઉન્માદિત જેવા-સવ બાહા વ્યવહારથી જુદા પડતાં ગાંડા જેવા દેખાશે, પરંતુ તું જે તેઓના સહવાસમાં રહીશ તે તેઓ તને આત્મલક્ષી દેખાશે. ૨૨૦.
परस्परविरुद्धा या, असंख्या धर्मदृष्टयः । अविरुद्धा भवन्त्येव, सम्पाप्याध्यात्मवेदिनम् ।।२२१॥
જગતમાં દર્શનરૂપી ધર્મદષ્ટિએ જે તત્ત્વજ્ઞાનમાં, તપજપમાં, ક્રિયાનુણામાં એક-બીજાથી વિરેાધ-ભાવને ધરનારી હોય છે. તે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણનારા અધ્યાત્મજ્ઞાની પુરૂષને પ્રાપ્ત કરીને અવિરૂદ્ધ બની જાય છે. અર્થાત એવા અધ્યાત્મજ્ઞાની પુરુષ વિધિ લાગતી વસ્તુઓમાં પણ એકતાને જુએ છે અને પ્રાધે છે, ૨૨૧.
एतादृग्ज्ञानिसंगेन, व्यक्ताऽऽत्मा जायते प्रभुः। कोटिकार्य परित्यज्य, ज्ञानिसंगं कुरुष्व भोः ॥२२२॥
ઉપર જણાવ્યા તેવા અધ્યાત્મજ્ઞાની મહાત્માઓને સંગ કરવાથી આત્મ-સ્વરૂપની પૂર્ણ વ્યક્તતા પ્રગટ થાય છે. અને આત્મા પરમબ્રહ્મરૂપ સમર્થ બને છે. તેથી અન્ય સાંસારિક કોડે કામને પડતા મૂકીને હે ભવ્યાત્મન ! તું તેવા જ્ઞાનીને સંગ કરજે. તેમાં જ તારું હિત સમાયેલું છે. ૨૨૨
જ્ઞાતિનાં મરિવાર, ગરમશુદ્ધિ કરે आत्मशुद्धया भवेज्ज्ञानं, ततो मोक्षसुखोदधिः॥२२३॥
For Private And Personal Use Only