________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭પ 1 श्रेयः कुरु परप्रीत्या, वैरिणामपराधिनाम् । मा कुरु वैरभावं त्वं, कलङ्कादिप्रदातषु ॥२१७॥
હે ભવ્યાત્મન્ ! તું તારા અપરાધી એવા દુશ્મનેનું પણ શુદ્ધ પ્રેમ વડે કલ્યાણ કરજે. તારા ઉપર ભયંકર કલંક કે ઉપસગ કરનાર પ્રાણીઓ ઉપર પણ તું વર-ભાવ ન કરજે. ૨૧૭. समभावं कुरु ज्ञानाद्, वैरिषु स्तुतिकर्तृषु । अहितं मा कुरु क्रोधात् , केषांचिद् दुःखदायिनाम् ॥२१८॥
હે ભવ્યાત્મન ! તું તારી સ્તુતિ કરનાર કે નિંદા કરનાર વૈરીઓ ઉપર પણ જ્ઞાનપૂર્વક સમજીને સમભાવ ધારણ કરજે. અને દુઃખ આપનાર કેઈ પણ જીવનું તું ક્રોધથી અહિત ન કરજે. અને પૂર્વે કરેલા કર્મોનું જ આ બધું ફળ છે, એમ સમજજે. ૨૧૮.
महापापोपरि क्रोध, मा कुरु भव्यचेतन !। विश्वोपरि कृपादृष्टि, धारय करुणोदधे ! ॥२१९॥
હે ભવ્યાત્મન ! મહાન પાપી ઉપર પણ ક્રોધ ન કર. હે કરુણાના ભંડાર ! સંસારના સમસ્ત પ્રાણીઓ ઉપર દયાદષ્ટિ ધારણ કરજે.
पक्वात्मज्ञानिसंग भो, कुरुष्व पूर्णरागतः। पक्वाऽऽत्मज्ञानिलोकाना,-मुन्मत्तस्येव वर्तनम् ॥२२०॥
હે ભવ્યાત્મન્ ! તું પૂર્ણ પાકેલા સમ્યગજ્ઞાનીઓને પૂર્ણ રાગથી સંગ કરજે, તેવા જ્ઞાનીઓની સેવા-ભક્તિ બહુમાનપ્રેમથી કરજે. તેમજ તેવા જ્ઞાનીને તું કેવી રીતે ઓળખીશ
For Private And Personal Use Only