________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬] દુઃખનું મૂળ કારણે મોહના પરિણામે છે, આત્મસ્વભાવથી સહજ સુખની પ્રાપ્તિ થાય છે. જડ પદાર્થોમાં સુખ, એ વાસ્તવિક સુખ નથી, સુખની ભ્રમણા છે અને અન્તમાં દુઃખરૂપે પરિણમે છે. અને બ્રાન્તિનું કારણ આત્મા અજ્ઞાનથી જડપદાર્થમાં પોતાપણું કલ્પે તે છે. ૧૫ર,
राज्यं शुद्धाऽऽत्मनो यत्तत्पुद्गलमोहवर्जितम् । अनन्ताऽऽनन्दसम्पन्न, तत्र प्रीतिं कुरुष्व भोः ॥१५३॥
જ્યારે આત્માને પુદગલ વસ્તુ ઉપરને મેહ નાશ પામે છે ત્યારે તેને શુદ્ધ આત્મ-સ્વરૂપનું અનંત-આનન્દ સમ્પન્ન અખંડ રાજ્ય પ્રાપ્ત થાય છે. માટે હે ભવ્યાત્મન ! આત્મવરૂપમાં પ્રેમ કર અને મહિને ત્યાગ કર. ૧૫૩.
बाह्यराज्य महामोह-युक्तं दुःखादिकारकम् । कामभोगकषायायै-युक्तं स्वातन्यनाशकम् ॥१५४॥
દેશ-નગર-ગામ વગેરેનું બારાજય મહામોહથી યુક્ત હવાથી દુઃખ-કલેશ-સંતાપને કરનારું છે. તથા કામ–ભેગની વાસનાવાળું છે. કામ-ક્રોધ-માન-માયા-લોભ વગેરે કષાયથી યુક્ત છે. અને આત્માની સ્વતંત્રતાને નાશ કરનારું છે. ૧૫૪.
बाह्यराज्ये सुखं नास्ति, विष्ठासमं विजानत । भोगारोगसमान्विद्धि, ब्रह्मराज्ये स्थितिं कुरु ॥१५५॥
બહારના રાજ્યમાં સુખ નથી, વિશ્વાસમાન નિસાર એને સમજે. ભેગોને રોગસમાન સમજે અને આત્મ-રાજ્યમાં આત્મના સ્વરૂપમાં સ્થિતિ કરે. ૧૫૫.
For Private And Personal Use Only