________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭] પીડાતા છતાં પણ આત્મ-શુદ્ધિ કરે છે. તેમજ વન-ઉપવન (બગીચા) માં પણ અનેક ઉપદ્રથી પીડાતાં છતાં પણ આત્મશુદ્ધિ કરે છે તેમજ નિદ્રામાં અને સ્વપ્નાદિકમાં પણ આતમ-ધ વડે જાગૃત આત્મા ધર્મધ્યાન અને શુકલધ્યાનના ગે અવશ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ૯૩.
गृहे त्यागिदशायां च, सम्यग्दृष्टिप्रभावतः। स्वाऽऽत्मा साक्षिस्वरूपेण, वर्तते मोहनाशकृत् ।। ९४ ॥
જે ભવ્યાત્માઓને સમ્યગદણિરૂપ આત્મગુણ પ્રકટ થયેલો હોય છે, તેવા અપુનબંધક કે જે અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરનારા હોય છે, તેવા આત્માએ કદાચિત ગ્રહદશામાં હોય કે સાધુ અવસ્થામાં હોય પણ સમ્યગદષ્ટિજ્ઞાનના પ્રભાવથી સર્વમાં આત્માને સાક્ષીભાવે વર્તન કરતાં આત્મામાંથી અજ્ઞાન-મોહને વિનાશ કરનારા થાય છે. ૯૪.
एकक्षणमपि प्राप्ता, येन शुद्धाऽऽत्मभावना । पारं भवोदधेर्याति, सोऽवश्यं ब्रह्मरागवान् ॥१५॥
જે ભવ્યાત્માએ એક ક્ષણ માત્ર પણ આત્મ-સ્વરૂપની ભાવનામાં લીન બન્યા છે, તેઓ પરમબ્રહ્મસ્વરૂપના રાગી બની અવશ્ય સંસાર–સમુદ્રના પારને પામે છે. ૯૫.
गृही त्यागी शिवं याति, यादृशस्तादृशो जनः। अध्यात्मज्ञानरागेण, ब्रह्मध्यानपरायणः ॥९६ ॥
જે ભવ્યાત્માઓ ગમે તે અવસ્થામાં હેય ગૃહસ્થવેષમાં હોય કે ત્યાગી-સાધુ વેષમાં હેય અધ્યાત્મજ્ઞાનના પ્રેમથી જે
For Private And Personal Use Only