________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૦] જે આત્માઓએ મનને જીત્યું નથી તે બહાસંપત્તિથી ઈન્દ્ર, મહેન્દ્ર, રાજા, ચક્રવતિ કે ગમે તે શક્તિશાળી હેય છતાં તે પામર જ છે. જ્યારે જેમણે પિતાના મનને વશમાં કર્યું છે તેવા સાધુપુરુષે નિર્ગસ્થ હોવા છતાં સર્વ દેથી અધિક એશ્વર્યવાળા અને દેવેન્દ્રોથી પણ પૂજનીય છે. ૭૩,
ग्राह्य त्याज्यं न चित्तेषु. यस्य किञ्चिन्न भासते । साक्षी कायादिकार्येषु, ब्रह्मज्ञानी स उच्यते ॥७४॥
જે જ્ઞાન યોગિઓના ચિત્તમાં રૂપ-રસ-ગ-સ્પર્શ-શબ્દ રૂપ અનુકુલ વિષયોમાં સ્વીકાર કરવાની વૃત્તિ અને પ્રતિકૂલ વિષયમાં ત્યાગ કરવાની વૃત્તિ જરાપણું ઉઠતી નથી અને જે જે કાર્યો કરે છે તેમાં જરાપણ ન લેપાતા માત્ર સાક્ષીભાવે જ આત્માને માને છે, તે વસ્તુતઃ બ્રહ્નસ્વરૂપ હોવાથી બ્રહ્મયોગી જાણવા. ૭૪.
जडस्य सर्वभावेषु, स्वाऽऽत्मनः पर्यवेषु च । अहंत्वमिति मोहेन, स्वाऽऽत्मशुद्धिर्न जायते ॥ ७५॥ સર્વ પદગલિક પદાર્થોમાં આત્માની પિતાના સ્વરૂપની જે બુદ્ધિ તેથી-અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાયમય આત્માના પર્યાયે થાય છે. જેથી કોઈવાર તને રાજા, શેઠ કે ચક્રવતિ વગેરેના સ્થાનમાં અહંત્વ-મમત્વની જે બુદ્ધિ થાય છે, તે માત્ર મહિના જ સ્વરૂપ છે, તેવા પદાર્થોને જે સંબંધ છે તેમાં આત્મશુદ્ધિ કદાપિ પણ થવાની જ નથી પણ તેવા સ્વરૂપવાળા મોહનીય પરિણામને ત્યાગ કરવાથી જ આત્મશુદ્ધિને સંભવ થાય છે. ૭૫,
For Private And Personal Use Only